દીપિકા પદુકોણની આગામી ફિલ્મ અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર

દીપિકા પદુકોણએ દિગ્દર્સક શકુન બાત્રાની ફિલ્મ સાઇન કરી હોવાની વાત થોડા સમય પહેલા ચર્ચાઇ હતી. હવે માર્ચ મહિનામાં આ ફિલ્મના શૂટિંગની તૈયારી થઇ રહી છે. સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે  સાથે દીપિકા પદુકોણ જોવા મળશે. જોકે હજી ફિલ્મના મુખ્ય અભિનેતાની પસંદગી બાકી છે.  દીપકાએ તાજેતરમાં જણાવ્યું હતુ ંકે, '' આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવાની યોજના છે. શકુન બત્રા તેના મનપસંદ ડાયરેકટરમાંનો એક હોવાથી આ ફિલ્મમાં કામ કરવાનો મેં નિર્ણય લીધો.આ ફિલ્મમાં બે યુગલની વાત વણવામાં આવી છે. મને લાગે છે ત્યાં સુધી મને આ ફિલ્મમાં ઘણી સ્પેસ મળવાની છે.''

દીપિકાની હાલની રિલીઝ થયેલી 'છપાક' ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ છે. અભિનેત્રીની  જેએનયુની  મુલાકાત તેની  ફિલ્મના વ્યવસાય પર અવળી અસર કરી ગઇ. 

જોકે દીપિકા આ બધુ ભૂલીને હવે નવી ફિલ્મની તૈયારી કરી રહી છે. તે એક પ્રોફેશનલ અભિનેત્રી છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GlMPVB
via Latest Gujarati News

Post a Comment

0 Comments