
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
દીયા મિર્ઝા લાંબા સમયબાદ ફરી રૂપેરી પડદે જોવા મળવાની છે. છેલ્લે તે રાજ કુમાર હીરાણીની રણબીર કપૂર અભિનિત 'સંજુ'માં જોવા મળી હતી.
જેમાં તણે રણબીર કપૂરની પત્નીનું પાત્ર ભજવ્યુ હતું. હવે તે દક્ષિણના સુપરસ્ટાર નાગાર્જુનના પત્નીના પાત્રમાં જોવા મળશે. '' ફિલ્મ 'વાઇલ્ડ ડોગ'માં નાગાર્જુન એકએન આઇએ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં ઘણા સ્ટંટ દ્રશ્યો સમાવામાં આવશે, જેના માટે ઇન્ટરનેશનલ સ્ટંટ ડાયરેકટર તાલીમ આપશે. આ ફિલ્મનું નિર્માણ નિરંજન રેડ્ડી અને અનવેશ રેડ્ડી કરી રહ્યા છે,'' તેમ સૂત્રે જણાવ્યુ હતું.
સૂત્રે વધુમાં કહ્યુ હતુ કે, '' આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. નાગાર્જુને મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. દીયા મિર્ઝા આ ફિલ્મમાં નાગાર્જુનની પત્નીનું પાત્ર ભજવવાની છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NYKkgk
via Latest Gujarati News
0 Comments