જમ્મુ કશ્મીરના તમામ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ શરૂ

શ્રીનગર તા.25 જાન્યુઆરી 2020, શનિવાર

જમ્મુ કશ્મીરના વીસે વીસ જિલ્લામાં આજે શનિવાર 25 જાન્યુઆરીતી મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી હતી.

પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને પ્રકારના મોબાઇલ પર જી ટુ ઇન્ટરનેટ સેવા આજથી ધમધમતી થઇ હતી. જો કે હાલ પૂરતી આ સેવા 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ફરી આ મુદ્દે સરકાર વિચાર કરશે.

જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370ની કલમ ગયા વરસે કેન્દ્ર સરકારે રદ કરી ત્યારથી જમ્મુ કશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઇ હતી અને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સેવા લોકોનો મૂળભૂત અધિકાર છે એેટલે એ સેવા કાયમી ધોરણે બંધ કરી દઇ શકાય નહીં.

જમ્મુ કશ્મીર ગૃહ ખાતાના મુખ્ય સચિવ શાલીન કાબરાએ આ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મોબાઇલ ફોન ઉપરાંત લેન્ડ લાઇન ફોન પર પણ આ સુવિધા હાલ આજથી 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ફરી એકવાર આ મુદ્દે ફેરવિચાર કરવામાં આવશે.

સાથોસાથ એવી સૂચના પણ આપવામાં આવી હતી કે ઇન્ટરનેટનો દુરુપયોગ કરનારા સામે કડક કાયદાનુસાર પગલાં લેવામાં આવશે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NYcWq9
via Latest Gujarati News

Post a Comment

0 Comments