નવી દિલ્હી તા.31 જાન્યુઆરી 2020, શુક્રવાર
આતંકવાદીઓ સાથે ભળી ગયેલા જમ્મુ કશ્મીરના પોલીસ વડા હિઝબુલ મુજાહિદ્દીનના પગાર પત્રક પર હતા એેવી ચોંકાવનારી માહિતી નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીને મળી હતી.
આતંકવાદી નવીદ મુસ્તાકના સહાયક તરીકે 11મી જાન્યુઆરીએ પકડાયેલા દેવીન્દર સિંઘની પૂછપરછ એનઆઇએના ચુનંદા જાસૂસો કરી રહ્યા હતા. દિવસે દિવસે વાતમાં નવા નવા ફણગા ફૂટતા હતા.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ દેવીન્દર નવીદ મુસ્તાકને અવરજવર માટે વાહનની વ્યવસ્થા કરવા ઉપરાંત આખું વરસ એને મદદ કરવા માટે હિઝબુલ મુજાહિદ્દીનના પગાર પર કામ કરતો હતો. દેવીન્દર ઝડપાયો ત્યારે એ નવીદને કાતિલ ઠંડીથી બચાવવા જમ્મુ તરફ લઇ જઇ રહ્યો હતો. જમ્મુથી નવીદ પાકિસ્તાન ચાલ્યો જવાનો હતો.
એનઆઇએના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ દેવીન્દર હિઝબુલ સાથે 20થી 30 લાખ રૂપિયા માટે સોદાબાજી કરી રહ્યો હતો. એ અગાઉ પણ નવીદને અન્યત્ર લઇ જવામાં મદદરૂપ થયો હતોય પરંતુ એનું મહેનતાણું મલ્યું નહોતું એટલે એ સોદાબાજી કરી રહ્યો હતો. છેલ્લાં થોડાં વરસથી એ નવીદનો પગારદાર માણસ હોય એ રીતે કામ કરતો હતો.
નવીદે એનઆઇએને પૂછપરછમાં જણાવ્યું કે એ જમ્મુ કશ્મીરા એક અપક્ષ ધારાસભ્યના સતત સંપર્કમાં હતો. એ ધારાસભ્ય એને મદદ કરતો હતો. જમ્મુ કશ્મીરમાં ત્રણ અુપક્ષ ધારાસભ્યો હતા. એમાંનો એક નવીદને સતત છૂપાતા રહેવામાં મદદ કરતો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GQFBJP
via Latest Gujarati News
0 Comments