બેઈજિંગ, તા. 27 જાન્યુઆરી 2020 સોમવાર
ચીન સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવાની આડમાં વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ચીન સરકારે તિબ્બત સ્થિત બૌદ્ધ ધર્મ ગુરૂ દલાઈ લામાના સત્તાવાર નિવાસ પોટાલા પેલેસને આજથી અનિશ્ચિતકાળ સુધી બંધ કરી દીધો છે.
ચીનનું કહેવુ છે કે ખતરનાક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પોટાલા મહેલને બંધ કરી દેવાયો છે. પોટાલા પેલેસ બૌદ્ધ ધર્માવલંબિયો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર રહ્યુ છે. ચીન સરકારે એ સ્પષ્ટ કર્યુ નથી કે પોટાલા પેલેસને ક્યાં સુધી બંધ રાખવામાં આવશે.
80ના મોત, 3000 વાયરસગ્રસ્ત
ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 80 લોકોના મોત નીપજ્યા છે જ્યારે લગભગ 3000 લોકો આ બીમારીની ચપેટમાં છે. ચીનના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે
નવો વાયરસ ખતરનાક છે અને તેજીથી ફેલાઈ રહ્યો છે. ચીનનું વુહાન શહેર આ બીમારીનું કેન્દ્ર છે. અહીંથી આ બીમારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે.
તિબ્બતનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે પોટાલા પેલેસ
પોટાલા પેલેસ તિબ્બતમાં સેલાનિયોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે. અહીં મોટી સંખ્યામાં પર્યટક દર વર્ષે આવે છે.
ચીનની સરકારે કહ્યુ કે પોટાલા પેલેસને બંધ કરવાનો નિર્ણય મોટા પાયે લોકોની અવરજવરને રોકવા માટે કરવામાં આવ્યો છે. જેથી બીમારી વધુ ફેલાઈ શકે નહીં. ચીને તમામ ટ્રાવેલ એજન્સીઓને વિદેશી વિમાન કંપનીઓને ટિકિટ વેચવાની મનાઈ કરી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37uVykr
via Latest Gujarati News
0 Comments