મુંબઇમાં શાહીન બાગ સર્જવાનો ભીડનો પ્રયાસ

મુંબઇ તા.27 જાન્યુઆરી 2020, સોમવાર

નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના રજિસ્ટર સામે વિરોધ વ્યક્ત કરીને મુંબઇમાં શાહીન બાગ જેવી પરિસ્થિતિ સર્જવાના પ્રયાસો શરૂ થયા હતા.

ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા મધ્ય મુંબઇમાં અગ્રીપાડા-નાગપાડા અને મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન નજીક મોટી મેદની જમા થઇ હતી અને વિરોધી સૂત્રો પોકાર્યા હતા. 

દેખાવકારોમાં મુસ્લિમ મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર હતાં. આ લોકો સડકો પર બેસી ગયાં હતાં અને વાહન વ્યવહાર ઠપ કરી દીધો હતો. તેમના હાથમાં સીએએ અને એનઆરસી વિરોધી સૂત્રો લખેલાં પાટિયાં હતાં.

પોલીસે સમજાવટથી કામ લઇને આ મહિલાઓ અને બાળકોને વિખેરી નાખવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ દેખાવો પાછળ પૂર્વાયોજન હોય એવું પોલીસ માનતી થઇ હતી.

દરમિયાન નવી દિલ્હીના શાહીન બાગમાં પ્રજાસત્તાક દિને અગાઉ કરતાં મોટી ભીડ સર્જવાનો આયોજકોનો દાવો પોકળ નીવડ્યો હતો અને મોટી ભીડ સર્જી શક્યા નહોતા. એક યુવાને મિડિયાને કહ્યું કે અમને દસ લાખ લોકો ભેગા થવાની અપેક્ષા હતી પરંતુ માંડ પાંચેક હજાર લોકો ભેગા થયા હતા. એનું એક કારણ કદાચ એ હોઇ શકે કે પ્રજાસત્તાક દિને રવિવાર હતો. મોટા ભાગના લોકો રવિવારે મોડા ઊઠવા અને મોડેથી દૈનંદિન પ્રવૃત્તિ કરવા ટેવાયેલા હોય છે.

રવિવારે શાહીન બાગમાં ભારત માતા કી જય, ઇન્કિલાબ ઝિંદાબાદ અને  એનઆરસી વિરોધી સૂત્રો પોકારાયા હતા. છેલ્લે રાષ્ટ્રગીત ગવાયું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37w6sX0
via Latest Gujarati News

Post a Comment

0 Comments