શર્જિલના માર્ગે હવે ચાલી આફ્રીન ફાતિમા

નવી દિલ્હી તા.27 જાન્યુઆરી 2020, સોમવાર

જેએનયુના વિદ્યાર્થી શર્જિલ ઇમામ પછી હવે જેએનયુની એક વિદ્યાર્થિની આફ્રીન ફાતિમાએ કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વિશે ઝેર ઓક્યું હતું.

સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલી દસ મિનિટની એક વિડિયો ક્લીપમાં આફ્રીન કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટની આકરી ટીકા કરતી જોઇ શકાય છે.

ખાસ કરીને સુપ્રીમ કોર્ટે ગયા વરસે રામ મંદિર અંગે આપેલા ચુકાદા વિશે આફ્રીન એલફેલ બોલી હતી એટલુજ નહીં પણ અફઝળ ગુરુને અપાયેલી ફાંસી  વિશે પણ અઘટિત વિધાન કર્યાં હતાં. 

સૌથી મહત્ત્વની વાત એ હતી કે આફ્રીન શર્જિલને પોતાના ગુરુ માને છે. એણે સુપ્રીમ કોર્ટના રામ મંદિર અને અફઝલને ફાંસી એ બંને બાબતોના ચુકાદા અંગે જાહેરમાં શંકા વ્યક્ત કરી હતી.

આ વિડિયો ક્લીપ આફ્રીને પ્રયાગરાજમાં કરેલા ભાષણની હોવાનું પોલીસ માને છે. પ્રયાગરાજના રોશનબાગમાં મનસૂર અલી પાર્કમાં સીએએ અને એનઆરસી વિરોધી દેખાવો થઇ રહ્યા હતા ત્યારે આફ્રીને આ ભાષણ કર્યું હશે એમ પોલીસ માને છે.

આફ્રીને વડા પ્રધાન નરેદન્દ્ર  મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા.

જો કે હવે વાત વણસી રહી હોય એમ લાગતાં મનસૂર અલી પાર્કમાં વિરોધ દેખાવો કરનારા આયોજકોએ આફ્રીનના આ ભાષણથી પોતાને અલગ કરી લીધા હતા અને આ વિચારો આફ્રીનના છે અમારા નથી એવો બચાવ રજૂ કર્યો હતો. 

ભાજપા નેતા સંવિત પાત્રાએ આફ્રીન ફાતિમાની આ વિડિયો ક્લીપ રજૂ કરી હતી અને કહ્યું હતું કે જુઓ, શર્જિલના પગલે હવે આ બીજી વ્યક્તિ રાષ્ટ્રવિરોધી વાતો કરી રહી છે.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RQqqW2
via Latest Gujarati News

Post a Comment

0 Comments