નવી દિલ્હી તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર
નવી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના ભાગ રૂપે એક બાઇક રેલી યોજી હતી જેમાં એક પણ વ્યક્તિએ હેલ્મેટ પહેરી નહોતી.
ખુદ દિલ્હીવાસીઓએ સોશ્યલ મિડિયા પર સિસોદિયાની ઝાટકણી કાઢી હતી કે તમને ટ્રાફિકના નિયમનો ભંગ કરવાનો અધિકાર કોણે આપ્યો એ તો કહો.
ખુદ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન પોતે ટ્રાફિકના કાયદાનો ભંગ કરી રહ્યા હોય એ હકીકત દિલ્હીવાસીઓને ગમી નહીં એવું ટ્વીટર પરના સંદેશાઓ પરથી સમજી શકાતું હતું.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે જીવન મરણના સવાલ જેવી બની રહી જણાય છે. જો કે ઓપિનિયન પૉલમાં આપને બહુમતી મળશે એેવો વર્તારો કરાયો હતો.
અલબત્ત, અગાઉ એક કરતાં વધુ વખત આવા ઓપિનિયન પૉલ ખોટા પડ્યા છે. અખબારી તસવીરોમાં સ્પષ્ટપણે જોઇ શકાતું હતું કે સિસોદિયાએ બાઇક દોડાવતી વખતે હેલ્મેટ પહેરી નથી. રેલીમાં એમની સાથે બાઇક ચલાવનારા ઘણાએ હેલ્મેટ પહેરી નહોતી. મતદારોએ આ વાતની નોંધ લઇને સિસોદિયાને ટ્રોલ કર્યા હતા.
સિસોદિયા નાયબ મુખ્ય પ્રધાન હોવા ઉપરાંત દિલ્હીના શિક્ષણ પ્રધાન પણ છે. એક ટ્રોલરે લખ્યું કે તમારા વર્તન પરથી વિદ્યાર્થીઓએ શો પાઠ લેવો એ કહો, શ્રીમાન સિસોદિયા....
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vnpHUx
via Latest Gujarati News
0 Comments