ઇરાને ફરી અમેરિકી રાજદૂતાવાસ પર રૉકેટ છોડ્યા

બગદાદ તા.27 જાન્યુઆરી 2020, સોમવાર

ઇરાને સોમવારે સવારે ફરી એકવાર ઇરાકની રાજધાની બગદાદમાં આવેલા અમેરિકી રાજદૂતાવાસ પર હુમલો કર્યો હતો.

લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઇરાને પાંચ રૉકેટ રાજદૂતાવાસ નજીક છોડ્યા હતા. આ હુમલાને અમેરિકી પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું.

છેલ્લા થોડા દિવસથી ઇરાન સતત અમેરિકી રાજદૂતાવાસ પર હુમલા કરી રહ્યું હતું. અમેરિકી હવાઇ હુમલામાં ઇરાનના વરિષ્ઠ લશ્કરી અધિકારી કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાની માર્યા ગયા ત્યારથી ઇરાન અમેરિકા પર ગુસ્સે ભરાયું હતું અને લગભગ રોજ સતત રાજદૂતાવાસ પર હુમલા કરતું હતું. 

અત્રે એ યાદ રહે કે તાજેતરમાં ઇરાકના વરિષ્ઠ મુસ્લિમ ધર્મગુરુ મોકતદા સદરે એક રેલી યોજી હતી અને એમાં મુસ્લિમ લશ્કરને વહેલી તકે ઇરાક છોડી જવાની હાકલ કરી હતી. સદરે કહ્યું હતું કે તમારી હાજરીથી ઇરાકી નાગરિકો પર જાનનું જોખમ વધી રહ્યું હતું. તમારે ઇરાન જોડે જે ઝઘડો હોય તેને લઇને ઇરાકી નાગરિકોનો  ભોગ શા માટે લેવાવો જોઇએ. તમે વહેલી તકે ઇરાક ખાલી કરી જાઓ.

આઇએસઆઇએસ ઇરાક પર હુમલો કરીને તેલકૂવા કબજે ન કરી લે એવા હેતુથી પચાસ હજાર અમેરિકી સૈનિકો બગદાદમાં ધામો નાખીને પડ્યા છે. ઇરાકે આ સૈનિકોને ખસેડી લેવાની કરેલી વિનંતી અમેરિકાએ એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખી હતી.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aJQI4T
via Latest Gujarati News

Post a Comment

0 Comments