
વોશિંગ્ટન, તા. 19 જાન્યુઆરી, 2020, રવિવાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ્સની કુર્દીશ ફોર્સના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનું નવું એક કારણ જણાવ્યું છે. રિપબ્લિકન પાર્ટીને દાન આપનારાઓના એક જૂથને સંબોધન કરતા તેમણે કહ્યું કે ઈરાનના ટોચના જનરલ સુલેમાની હુમલા પહેલા પહેલાં દેશ (અમેરિકા) અંગે અનેક ખોટી-ખોટી વાતો કરતો હતો.'
આ કારણે તેને મારવાનો આદેશ આપવો પડયો. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએને ટ્રમ્પની પાર્ટી માટે ફંડ એકત્ર કરનારી એક વ્યક્તિના નિવેદનને ટાંકીને કહ્યું કે ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું, આપણે તેને વધુ કેટલો સહન કરીએ?
ટ્રમ્પને વ્હાઈટ હાઉસ સિચ્યુએશન રૂમથી સુલેમાની પર હુમલાનું આખું દૃશ્ય જોયું હતું. તેમણે ફ્લોરિડાના પામ બીચ પર એક ક્લબમાં આયોજિત સમારંભમાં આ દૃશ્યનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે મને સૈન્ય અિધકારી જણાવતા હતા કે સુલેમાની અને અન્યો એક સાથે છે.
સૈન્ય અિધકારીઓએ ટ્રમ્પને કહ્યું, 'સર, તેમની પાસે બે મિનિટ 11 સેકન્ડ છે. કોઈ ભાવના નહીં. બે મિનિટ 11 સેકન્ડનું જીવન બચ્યું છે, સર. તે કારમાં છે, તે હિથયારોથી સજ્જ વાહનમાં છે. સર, તેમની લગભગ 1 મિનિટનું જીવન બચ્યું છે. 30 સેકન્ડ, દસ, 9, 8...' ટ્રમ્પે કહ્યું, અને અચાનક ધડામ. અિધકારીઓએ જણાવ્યું, 'તે ગયા, સર.' ટ્રમ્પે જણાવ્યું, 'મેં ટોકતા પૂછ્યું સુલેમાની ક્યાં છે?'
ટ્રમ્પે જનરલ સુલેમાની પર એમક્યુ-9 રીપર ડ્રોનથી હુમલાનું આટલું વિસ્તૃત વિવરણ પહેલી વખત આપ્યું હતું. ટ્રમ્પે આ નિવેદનના એક દિવસ પહેલા જ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમૈનીને ચેતવણી આપી હતી કે તે અમેરિકા માટે શબ્દોની પસંદગી કરતી વખતે સાવધાની રાખે.
ટ્રમ્પના જણાવ્યા મુજબ ખૌમેનીનું શુક્રવારનું ભાષણ યોગ્ય નહોતું, જેમાં તેણે અમેરિકાને દુષ્ટ ગણાવતા યુકે, ફ્રાન્સ અને જર્મનીને તેના પ્યાદા ગણાવ્યા હતા. સુલેમાનીની હત્યાનો આદેશ આપવા બદલ ટ્રમ્પની જરબજસ્ત ટીકા થઈ હતી. કેટલાક અમેરિકન સાંસદોએ કહ્યું કે પ્રમુખે એવા કોઈ નક્કર પુરાવા રજૂ નથી કર્યા કે સુલેમાની અમેરિકા માટે કેવી રીતે જોખમી હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G5OnD7
via Latest Gujarati News
0 Comments