
100 વર્ષમાં એવરેસ્ટનો 10 ફૂટ બરફ પીગળી જશે
વૉશિંગ્ટન, તા. 16 જાન્યુઆરી, 2020, ગુરૂવાર
અમેરિકન સેટેલાઈટ કેરોનાએ દશકાઓ સુધી પાડેલી તસવીરોનો અભ્યાસ કરીને અમેરિકન નિષ્ણાતોએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે એવરેસ્ટનો બરફ દર વર્ષે આઠ ઈંચ પીગળી જતો હોવાથી ચીન-નેપાળ જેવા દેશો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.
અમેરિકાએ 1960માં કેરોના ઉપગ્રહ લોંચ કર્યો હતો
મૂળ તો એનો ઉદેશ્ય રશિયાની જાસૂસી કરવાનો હતો, પરંતુ સમયાંતરે એની તસવીરો અન્ય અભ્યાસમાં પણ કામ લાગે છે. 1995 પછી આ સેટેલાઈટે પાડેલી તસવીરો ટોપ સિક્રેટની કેટેગરીમાં આવતી હતી, પરંતુ તે પછી તેને જાહેર કરવામાં આવી હતી.
આ સેટેલાઈટે 1962થી 2018 સુધીમાં લગભગ આઠ લાખ કરતા વધુ તસવીરો પાડી છે. એ તસવીરોમાં હિમાલયન રેન્જની અઢળક તસવીરોનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રૂઝ યુનિવર્સિટીએ હાથ ધરેલા પ્રોજેક્ટમાં એવરેસ્ટની દશકાઓની તસવીરોનો અભ્યાસ કરાયો હતો.
એનું પરિણામ ચોંકાવનારૂં મળ્યું હતું. એવરેસ્ટમાં દર વર્ષે આઠ ઈંચ બરફની ચાદર પીગળી જાય છે. આ ઝડપે બરફ પીગળશે તો 100 વર્ષમાં લગભગ આઠથી 10 ફૂટ બરફ પીગળી જશે અને તેની સૌથી વધુ ખતરનાક અસર ચીન અને નેપાળ ઉપર પડશે.
સંશોધકોએ દાવો કર્યો હતો કે એવરેસ્ટમાંથી જે પીવાનું પાણી મળે છે તે સાવ ખતમ થઈજશે. તેના કારણે ચીન-નેપાળ-તિબેટને મોટું નુકસાન થશે.બરફ નરમ પડશે એટલે પર્વતારોહકો માટે ય ખતરો બનશે. એવરેસ્ટના બે ગ્લેશિયર પૈકી ખુંબુકનો અત્યાર સુધીમાં 260 ફૂટ બરફ પીગળી ચૂક્યો છે અને ઈમજા ગ્લેશિયરનો 300 ફૂટ બરફ પીગળ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3733SYe
via Latest Gujarati News
0 Comments