
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 જાન્યુઆરી 2020, ગુરુવાર
આધુનિક યુગમાં કલાકારો અભિનય ઉપરાંત અન્ય વ્યસાયો સાથે પણ જોડાયેલા રહે છે. તેમાં કંગના રનૌતનો એક વધુ ઉમેરો થયો છે. કંગનાએ બોલીવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે અભિનેત્રીની સાથેસાથે નિર્માત્રી પણ છે, અન ેહવે તેણે એક પોતાનો સ્ટુડિયો ખરીદ્યો છે. જેની જાણ તેની બહેન રંગોલીએ આપી હતી.
રંગોલીએ સોશિયલ મીડિયાના પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક નવા સ્ટુડિયોની તસવીર મુકી છે.સાથે તેણે લખ્યું છે કે, '' મુંબઇના પ્રાઇમ લોકેશન, પાલી હિલમા ંકંગનાનો સ્ટુડિયો. કંગનાનું આ શમણુ દસ વરસે પુરુ થયું છે. આપણે જ્યારે ઇમાનદારી અને સચ્ચાઇથી કમાઇ શકીએ છીએ ત્યારે લોકો નાની-મોટી બંડલબાજી શા માટે કરતા હશે.''
તેણે એક વધુ ટ્વિટ કંગનાના વખાણ કરતા કર્યું છે. '' કંગનાએ કદી કોઇને મોકો નથી આપ્યો કે તેણે શું કરવું જોઇએ અને શું નહીં. તેણે નથી લગ્ન કે કોઇ એવોર્ડ સમારંભમાં ડાન્સ કર્યો. ન કે કોઇ હલકી બ્રાન્ડ માટે કામ કર્યું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ahknCe
via Latest Gujarati News
0 Comments