વરુણ ધવન 'કુલી નંબર વન' રિલીઝ થયા બાદ નતાશા સાથે લગ્ન કરશે


(પ્રતિનિધિ દ્વારા)     મુંબઇ,તા.16 જાન્યુઆરી 2020, ગુરુવાર

વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા સાથે લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યો છે. હવે બન્નેના પરિવાર ઇચ્છે છે, તેમણે લગ્ન કરી લેવા જોઇએ. પરંતુ વરુણ ફિલ્મોની વ્યસ્તતાને કારણે આમ કરી શકતો નથી. જોકે હવે નવી જાણકારી મુજબ વરુણ પોતાની આવનારી ફિલ્મ 'કુલી નંબર વન' થિયેટરમાં રિલીઝ થતા જ નતાશા સાથે લગ્ન કરવાનો છે. આ એક ડેસ્ટિનેશન વેડિંગ હોવાની વાત છે. 

મીડિયા રિપોર્ટસના અનુસાર, વરુણ ધવન નતાશા સાથે ગોવામાં લગ્ન કરવાનો છે. જેની તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. એટલું જ નહીં. તેને 'કુલી નંબર વન' રિલીઝ થતાં જ તે લગ્ન કરી ેલેશે  તેના લગ્ન ભર ઉનાળામાં  ઋતુમાં થવાના છે. એક અઠવાડિયા સુધી લગ્નને લગતી વિધીઓ થવાની છે. જેમાં મહેંદીથી લઇ સંગીત,લગ્ન અને રિસેપ્શન સામેલ હશે. અને આ બધું જ ગોવાની એક લકઝરી હોટલ અને બીચ રિસોર્ટમાં થશે. જે રીતે તેના ભાઇ રોહિતના લગ્ન આઠ વરસ પહેલા ધામધૂમથી થયા હતા તે જ રીતે વરુણના પણ લગ્ન લેવામાં આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NwJQxE
via Latest Gujarati News

Post a Comment

0 Comments