
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
શ્રી સાંઈબાબાનું જન્મસ્થાન શિર્ડી કે પાથરી આ વિવાદમાં સરકારને પડવું નથી. પાથરીના ડેવલપમેન્ટ પ્લાનને શિર્ડી વાસિયોને કોઈ વાંધો ના હોવાની સ્પષ્ટતા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ બોલાવેલી બેઠકમાં કરવામાં આવી તેમજ ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં પાથરી તીર્થક્ષેત્ર ડેવલપમેન્ટ પ્લાનને મંજુરી આપવામાં આવી.
શ્રી સાઈબાબાનો જન્મ શિર્ડીમાં નહીં પણ પરભણી જીલ્લાના પાથરીમાં થયો હોવાનો મુદ્દો આગળ આવતા વિવાદ સર્જાયો અને શિર્ડીમાં આજે આ વિવાદનું ચાલતા બંધ પાળવામાં આવ્યું. આખરે આ વિવાદનો ઉકેલ લાવવા માટે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આજે ઝડપથી બેઠક બોલાવી.
પહેલાં મંત્રાલયમાં બોલાવવામાં આવેલી બેઠક પછી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે લેવામાં આવી. મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે સાથે નાયબ મુખ્યપ્રધાન અજીતદાદા પવાર, મહેસૂલ પ્રધાન બાળાસાહેબ થોરાત, સાંસદ (શિર્ડી) સદાશિવ લોખંડે, શિર્ડીના વિધાન સભ્ય રાધાકૃષ્ણ વિખે પાટિલ, શિર્ડી સંસ્થાનના સીઈઓ દીપક મુગવીકર વિગેરે હાજર રહ્યા હતા.
શિર્ડીના ગ્રામસ્યો તરફથી રજુઆથ કરતા રાધાકૃષ્ણ વિખે પાટિલએ સરકારની સાંઈબાબાના જન્મસ્થાન પ્રત્યે કોઈપણ જાતની ભૂમિકાના હતી. એવી જ ભૂમિકા અત્યારે પણ કાયમ રાખવી એવી માંગણી કરી. મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ સંબોધન કરતા કહ્યું કે, શિર્ડીના લોકોએ શ્રધ્ધા અને સબુરી રાખવી.
ઔરંગાબાદની વિભાગીય બેઠકમાં પાથરીના તીર્થક્ષેત્ર ડેવલપમેન્ટ પ્લાનને મંજુરી આપવામાં આવી છે અને એ વિસ્તારનો પણ વિકાસ થવો જોઈએ. મુખ્યપ્રધાન ઠાકરેની સફળ મધ્યસ્થતા બાદ પાથરીના ડેવલપમેન્ટ પ્લાનને અમને વાંધો નથી એવી સ્પષ્ટતા શિર્ડી ગ્રામસ્થ તરફથી કરવામાં આવી અને મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, મહેસૂલ પ્રધાનને શિર્ડી સાંઈબાબા સંસ્થાન અને ગ્રામસ્થ તરફથી સમ્માન કરવામાં આવ્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Rap6y2
via Latest Gujarati News
0 Comments