સોનિયા ગાંધીએ બંધારણ મુજબ કામ કરવા ઉદ્ધવ પાસે લેખિત બાંહેધરી લીધી હતી : કોંગ્રેસ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

ઠાકરે સરકાર દ્વારા કોઇપણ બંધારણની બહાર કૃતિ ઘડાશે તો કોંગ્રેસ પક્ષ સત્તામાંથી બહાર જશે. એવું સંબોધન કોંગ્રેસના નેતા તથા પ્રધાન અશોક ચવ્હાણે કર્યું હતું.

રવિવારે નાંદેડમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં સંબોધનમાં તેમણે ઉપરોક્ત જણાવ્યું હતું. આ વેળા તેમણે મહાવિકાસ આઘાડી સરકારની રચના વેળા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એમ ત્રણેય પક્ષ વચ્ચે થયેલા કરારનો ખુલાસો કર્યો હતો.

આ વેળા અશોક ચવ્હાણે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષ અંતે ત્રણ અલગ વિચાર ધરાવતી સરકાર ચાલશે કેવી રીતે? એવા સવાલ કરીને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ત્રણે પક્ષની સરકારનો (મહાવિકાસ આઘાડી) વિરોધ કર્યો હતો.

પરંતુ અમે સોનિયા ગાંધીને રાજી કરાવ્યા હતા. પરંતુ તે વેળા અમે બંધારણીની બહારનું કામ કરીશું નહીં. એવું શિવસેના પાસેથી લખીને લીધું છે. જો શિવસેના દ્વારા આવું કૃત્ય કરાશે તો અમે તાબડતોબ સરકારની બહાર જઇશું. એવું અશોક ચવ્હાણે જણાવ્યું હતું.

ત્રણે પક્ષની સરકાર એટલે મલ્ટિસ્ટાર ફિલ્મ છે. સદ્ભાગ્યે અમારી ફિલ્મ હાલમાં યોગ્ય રીતે ચાલે છે, કોંગ્રેસ-એન.સી.પી. કે ઉદ્ધવ ઠાકરે, કોઇને એમ લાગતું ન હતું કે અમે એકત્રિત આપીશું. પણ હાલમાં મલ્ટિસ્ટારનો જમાનો છે. આ સિનેમામાં ત્રણ-ત્રણ હિરો જોઇએ એમ ચવ્હાણે ભારપૂર્વક જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aNeHQM
via Latest Gujarati News

Post a Comment

0 Comments