ઉત્તર પૂર્વને ભારતથી અલગ કરવાનું કહેનારો શર્જીલ ફરાર, ત્રણની ધરપકડ


નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર

સીએએના વિરોધમાં ઉત્તર પૂર્વ ભાગને દેશથી અલગ કરી દેવાના વિવાદિત ભાષણ આપનાર શર્જીલ ઇમામના ઘર અને અન્ય સૃથળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પરિસિૃથતિ વચ્ચે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શર્જીલ ઇમામ હાલ ક્યાં છે તેની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તે અન્ય કોઇ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.  

શર્જીલ ઇમામે શાહીન બાગમાં આ વિવાદિત નિવેદન આપ્યું હતું, જે બાદ શાહીન બાગ કમિટીએ તેને પદ પરથી હટાવી દીધો હતો. શર્જીલે કહ્યું હતું કે જો આપણે સીએએનો વિરોધ યોગ્ય રીતે કરવો હોય તો ઉત્તર પૂર્વી ભાગને ભારતથી અલગ કરવો પડશે અને આ માટે ચક્કાજામ કરવું પડશે.

તેના આ વીડિયો બાદ ભાજપના નેતાઓએ તેને ખુબ શેર કર્યો હતો અને ભારતના ભાગલા પાડવા માગતો હોવાનો આરોપ લગાવ્યો હતો. તેની વિરૂદ્ધ હાલ સેડિસન સહિતની વિવિધ કલમો સાથે ચાર જેટલા રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. હાલ શર્જીલની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે.

એસએસપી આકાશ કુલ્હારીએ જણાવ્યું હતું કે અમે બે ટીમને શર્જિલ ઇમામની ધરપકડ માટે મોકલી હતી. જોકે તે હાજર ન હોવાથી અન્ય બેની અટકાયત કરીને પૂછપરછ કરીને છોડી મુકવામાં આવ્યા છે. સાથે જ દિલ્હી પોલીસ અને બિહાર પોલીસની સાથે પણ વાતચીત ચાલી રહી છે. પોલીસે કાર ચાલકને પણ અટકાયતમાં લીધો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tYx846
via Latest Gujarati News

Post a Comment

0 Comments