
નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
નિર્ભયા બળાત્કાર-હત્યા કેસમાં ફાંસીની સજા મેળવેલા આરોપી મુકેશ સિંહે ફાંસી પર રોક લગાવવા માટે આજે ફરી અરજી કરતાં સુપ્રીમ કોર્ટે મંગળાવારે સુનાવણી રાખી હતી.આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અરજદારના વકીલે વેહલી તકે સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રીમાં અરજી કરી હતી.
મુખ્ય ન્યાયઘિશની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કહ્યું હતું કે જોઇને પહેલી ફેબુ્રઆરીએ ફાંસી આપવાનું નક્કી જ હોય તો તેની અરજીને પ્રાથમિકતા આપી વહેલી તકે સુનાવણી કરવી જોઇએ. નિર્ભયાના દોષી મુકેશ સિંહે રાષ્ટ્રપતિને કરેલી દયાની અરજી ફગાવી દેવાતા તેને પડકારવાની અરજી કરી હતી.
કોર્ટે મંગળવારે જ તેની સુનાવણી રાખી દીધીા હતી.2012માં નિર્ભયા પર સામુહિક બળાત્કાર અને ત્યાર પછી એને એટલી હદે મારી હતી કે વિદેશમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મુકેશ સિંહે દયાની અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દેતાં તેમના નિર્ણયને જ કોર્ટમાં પડકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાષટ્રપતિએ મુકેશ સિંહની દયા અરજીને 17 જાન્યુઆરીએ જ ફગાવી દીધી હતી. મુકેશની વકીલ વૃંદા ગ્રોવર અનુસાર, જે રીતે દયાની અરજીને ફગાવી દેવામાં આવી હતી તેની ન્યાયીક સમીક્ષા માટે કલમ 32 હેઠળ અમે અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે શત્રૂધ્ન ચૌહાણ પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે નિર્ધારિત ધારાધોરણોનું પાલન કર્યું નહતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37IuuOV
via Latest Gujarati News
0 Comments