
નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતા અમીત શાહે મગજ પરથી નિયંત્રણ ગુમાવ્યું હોય તેવું દેખાતું હતું. શાહીનબાગમાં ધરણા કરી રહેલા મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવતા બાબરપુરની રેલીમાં શાહે કહ્યું હતું કે ઇવીએમનો બટન એટલા જોરથી દબાવજો કે શાહીનબાગમાં તેનો કરન્ટ લાગે. તેમણે પ્રમુખ જે.પી.નડ્ડા સાથે મળી દિલ્હીમાં ત્રણ રેલીઓ યોજી હતી.
પ્રચારમાં તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ પર પણ હુમલા કર્યા હતા. દરમિયાન બાબરપુરમાં શાહની રેલીમાં એક સ્થાનિક યુવાનો નાગરિક ધારા અંગે વિરોધ કરતાં ભાજપના કાર્યકરોએ તેની પર હુમલો કરી ઢોર માર માર્યો હતો.
પાંચ યુવકો એ કાળા કાયાદાને પાછો લેવાની શાહ પાસે માંગણી કરતા ભાજપના કાર્યકરો ગુસ્સે થઇ ગયા હતા અને તેને મારવા લાગ્યા હતા. માર્યા પછી શાહે યુવકને બચાવવા સુરક્ષા દળોને કહ્યું હતું. શાહે કેજરીવાલ પર આરોપ મૂક્યો હતો કે તેઓ દિલ્હીમાં તોફાનો કરાવે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37zb7HE
via Latest Gujarati News
0 Comments