ISRO સૌથી તાકાતવર ટેલિસ્કોપ GiSAT-1ને કરશે લૉન્ચ

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી 2020 સોમવાર

ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ઈસરો દેશને સૌથી શ્રેષ્ઠ ભેટ આપશે. જે ભવિષ્યમાં સુરક્ષા, હોનારત સંચાલન અને મોનિટરીંગમાં મદદ કરશે. આ સેટેલાઈટનું નામ છે (GiSAT-1). ઈસરોના સૂત્રો અનુસાર ભારત પહેલીવાર આ ઉપગ્રહ લૉન્ચ કરશે.

GiSAT-1 ઉપગ્રહ જિયોસ્ટેશનરી ઑર્બિટમાં એક જ જગ્યા પર સ્થિર રહીને માત્ર દેશની સરહદોનું મોનિટરીંગ કરશે. સાથે જ દર અડધા કલાકે સમગ્ર દેશની એક તસવીર જારી કરશે. આમ તો GiSAT-1 સેટેલાઈટનો ઉપયોગ દેશના વિકાસ કાર્યો માટે થશે પરંતુ આનાથી પાકિસ્તાન અને ચીનની સરહદો પર પણ સતત 

ઝીણવટપૂર્વક નજર રાખી શકાશે. પાકિસ્તાનથી થનારી ઘૂસણખોરી અને હલચલ પર સીધી નજર રાખવામાં આવશે. 

ઈસરો GiSAT સિરીઝના બે ઉપગ્રહ છોડશે

GiSAT-1 નામના આ સેટેલાઈટની ખાસ વાત એ છે કે આમાં પાંચ પ્રકારના કેમેરા લાગ્યા હશે. આ સેટેલાઈટ સિરીઝમાં બે ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવશે. GiSAT-1 અને GiSAT-2. 

અગાઉ પણ GiSAT-1ને લૉન્ચ કરવાની તારીખ નક્કી નહતી. પહેલા એ જાણકારી આવી હતી કે આ ઉપગ્રહ 15 જાન્યુઆરીની આસપાસ લૉન્ચ થવાનું હતુ પરંતુ કોઈ તકનીકી કારણથી આને ટાળી દેવામાં આવ્યુ છે. 

GSLV-MK2 રૉકેટથી લૉન્ચ કરાશે

સૂત્રો અનુસાર ડિસેમ્બર મહિનામાં જ સેટેલાઈટ બેંગાલુરૂ પહોંચી ચૂક્યુ છે. જલ્દી જ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પહોંચી જશે. ત્યારબાદ આનુ લૉન્ચિંગ થશે. GiSAT-1 સેટેલાઈટની લૉન્ચિંગ જીએસએલવી-MK2 રોકેટથી થશે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RWqtiU
via Latest Gujarati News

Post a Comment

0 Comments