મુંબઈ, 27 જાન્યુઆરી 2020, સોમવાર
ગુલામ, રાઝ જેવી હિટ ફિલ્મો આપનાર વિક્રમ ભટ્ટનો આજે જન્મદિવસ છે. તેમણે બોલિવૂડમાં 14 વર્ષની ઉંમરે એન્ટ્રી કરી હતી. તેઓ એક ડિરેક્ટર, પ્રોડ્યૂસર, સ્ક્રીનપ્લે રાઈટર અને એક્ટર પણ છે. આ વાત તો એવી છે કે જેના વિશે સૌ કોઈ જાણે છે. પરંતુ આજે તમને જણાવીએ એવી વાત કે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.
વિક્રમ ભટ્ટએ એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે એક સમય એવો આવ્યો હતો કે તે જીવનથી હતાશ થઈ ગયા હતા. આ ત્યારની વાત છે જ્યારે તેઓ દસ્તક ફિલ્મ પર સુષ્મિતા સેન સાથે કામ કરી રહ્યા હતા. તેમણે આંખે ફિલ્મ પણ બનાવી હતી જેમાં અમિષા પટેલ મુખ્ય ભૂમિકામાં હતી અને તે ફિલ્મ સુષ્મિતા સેનના જીવન પર આધારીત હતી. આ બંને અભિનેત્રીઓ સાથે તેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી હતી. સુષ્મિતા સેન સાથેના અફેરના કારણે તેના લગ્નજીવનનો પણ અંત આવ્યો હતો.
તેમણે એક મુલાકાતમાં ખુલાસો કર્યો હતો કે અફેરના કારણે તેની પત્ની અને દીકરી તેનાથી દૂર થઈ ગયા હતા અને આ સમયે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેની સાથે સુષ્મિતાનો કોઈ સંબંધ નથી તે વાતની સ્પષ્ટતા પણ તેણે કરી હતી. તેણે કહ્યું હતું કે, તે સુષ્મિતાનો બોયફ્રેન્ડ હતો અને દીકરીને ગાંડાની જેમ મિસ કરતો હતો. આ સમયમાં તે જીવનમાં એટલો ગુંચવાઈ ગયો હતો કે હતાશામાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેણે એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે તેના અફેર ચર્ચાસ્પદ હતા પરંતુ તે અંદરથી ખાલી હતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38GDaVP
via Latest Gujarati News
0 Comments