સાયરસને ટાટા જૂથના ચેરમેન બનાવવાના એનસીએલએટીના આદેશ પર સુપ્રીમનો સ્ટે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે આજે સાઇરસ મિસ્ત્રીને ટાટા જૂથના કાર્યકારી ચેરમેન પદે બહાલ કરવાના એનસીએલએટીના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે, ન્યાયમૂર્તિ બી આર ગવાઇ અને ન્યાયમૂર્તિ સૂર્ય કાંતની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે નેશનલ કંપની લો એપ્લેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)નો નિર્ણય મૂળભૂત રીતે ખામી ભરેલો છે અને આ કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે. 

ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ(ટીએસપીએલ)એ એનસીએલએટીના 18 ડિસેમ્બરના ચુકાદાને પડકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે એનસીએલએટીએ પોતાના ચુકાદામાં સાઇરસ  ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને મિસ્ત્રીને મોટી રાહત આપતા તેમને ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. 

જો કે સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે કંપની લોની કલમ 75નો ઉપયોગ કરી કંપનાીન માઇનોરિટી હોલ્ડર્સના શેરો લઇ શકે નહીં. સાયરસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સી એ સુંદરમે જણાવ્યું હતું કે એનસીએલએટીના આદેશ પર સ્ટે મૂકવાને બદલે નોટીસ આપવી જોઇએ તથા જવાબ દાખલ કરવા બે સપ્તાહનો સમય આપવો જોઇએ.  

આ દલીલના જવાબમાં ખંડપીઠે જણાવ્યું હતું કે પ્રથમ નજરે અમને એનસીએલએટીનો  ચુકાદો યોગ્ય લાગતો નથી. મિસ્ત્રીના વકીલે વચગાળાની વ્યવસૃથા ગોઠવવાની માગ કરી હતી પણ સુપ્રીમ કોર્ટે તેમની આ માગને ફગાવી દીધી હતી.

ટાટા વતી વરિષ્ઠ વકીલો એમ એમ સિંઘવી, હરીશ સાલવે, મુકુલ રોહતગી અને મોહન પરસારન હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે થોડાક જ દિવસ પહેલા મિસ્ત્રીએ જાહેરાત કરી હતી કે તે ટાટા જૂથમાં પરત ફરવા માગતા નથી. જો કે તેમણે જણાવ્યું હતું કે તે લઘુમતી શેરહોલ્ડરો માટે લડવાનું ચાલુ રાખશે. 

ઉલ્લેખનીય છે કે 18 ડિસેમ્બર, 2019ના રોજ ટાટાના વર્તમાન મેનેજમેન્ટને નેશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલ (એનસીએએલટી)એ મોટો આંચકો આપ્યો હતો. એનસીએએલટીએ ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને દૂર કરવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો અને તેમને ચેરમેન પદે ફરીથી લેવાનો આદેશ આપ્યો હતો. 

એનસીએલએટીએ એન ચંદ્રશેખરને કાર્યકારી ચેરમેન બનાવવાના મેનેજમેન્ટના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવ્યો હતો. મિસ્ત્રીને ઓક્ટોબર, 2016માં ટાટા સન્સના ચેરમેન પદેથી દૂર કરવામાં આવ્યા હતાં. તેઓ ટાટા સન્સના છઠ્ઠા ચેરમેન હતાં. રતન ટાટાની નિવૃત્તિની જાહેરાત પછી મિસ્ત્રી 2012માં ટાટા સન્સના ચેરમેન બન્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે મિસ્ત્રી શેપોર્જી પેલ્લોન્જી પરિવારના સભ્ય છે અને આ પરિવાર પાસે ટાટા સન્સના 18.4 ટકા શેર છે. 2016માં રટન ટાટા અને કંપનીના બોર્ડે દુર્વ્યવહારનો આરોપ મૂકી સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવી દીધા હતાં. મિસ્ત્રીને ટાટા જૂથની અન્ય 6 કંપનીઓના બોર્ડમાંથી પણ રાજીનામું આપવા જણાવવામાં આવ્યું હતું. 

ટાટા જૂથે જણાવ્યું હતું કે સાયરસ મિસ્ત્રીને એટલી માટે દૂર કરવામાં આવ્યા છે કારણકે બોર્ડે તેમના પ્રત્યે વિશ્વાસ ગુમાવી દીધો હતો. જૂથે આરોપ મૂક્યો હતો કે મિસ્ત્રીએ જાણી જોઇને અને કંપનીને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી સંવેદનશીલ માહિતી લીક કરી હતી. જેના કારણે ગુ્રપની માર્કટ વેલ્યુમાં મોટું નુકસાન થયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37U308r
via Latest Gujarati News

Post a Comment

0 Comments