(પીટીઆઇ) જયપુર, તા. ૧૭
રાજસૃથાન એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ રાજ્ય પરિવહન વિભાગમાં ચાલતા લાંચ રેકેટનો પ્દાફાશ કર્યો છે તેમ સત્તાવાળાઓએ આજે જણાવ્યું હતું. એસીબીના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ એજન્ટો પાસેાૃથી ૧.૨૦ કરોડ રૃપિયા જપ્ત કરવામાં આવ્યા છે.
અિાૃધકારીઓના જણાવ્યા અનુસાર શનિવાર રાતે એસીબીઅએ ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટર ઉદયવીર સિંહને પ્રાઇવેટ એજન્ટ પાસેાૃથી ૪૦,૦૦૦ રૃપિયાની લાંચ લેતા ઝડપી લીાૃધા હતાં. બીજા સાત અિાૃધકારીઓ અને છ પ્રાઇવેટ એજન્ટોની પણ અટકાયત કરવામાં આવી છે.
ચાર મહિના અગાઉ ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકો દ્વારા એસીબીને ફરિયાદ કરવામાં આવી હતી કે જિલ્લા ટ્રાન્સપોર્ટ અિાૃધકારીઓ પ્રાઇવેટ એજન્ટોને તેમનું રજિસ્ટ્રેશન કેન્સલ કરવાની ાૃધમકી ાપીને તેમની પાસેાૃથી માસિક લાંચ વસૂલી રહ્યાં છે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ(એડીઝી) એસીબી દિનેશ એમ એનના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ માટે ૧૭ ટીમોની રચના કરવામાં આવી હતી. તેમણે જયપુરમાં ૧૩ સૃથળોએ દરોડા પાડયા હતાં. જયપુરની બહાર ત્રણ અને હરિયાણાના રેવારીમાં એક સૃથળે દરોડા પાડવામાં આવ્યા હતાં.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38x6E93
via Latest Gujarati News
0 Comments