સુપ્રીમ કોર્ટની કડકાઈ પછી એક જ દિવસમાં સરકારી ખજાનામાં રૂ. 14,690 કરોડ જમા


વોડાફોનની સાંજ સુધીમાં રૂ 2,500 કરોડ અને શુક્રવાર સુધીમાં 1,000 કરોડ રૂપિયા જમા કરાવવાની દરખાસ્ત સુપ્રીમે ફગાવી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) કેસમાં સુપ્રીમ કોર્ટના આકરા વલણ પછી એરટેલ, વોડાફોન આઈડિયા અને ટાટા જૂથે એક જ દિવસમાં સરકારી ખજાનામાં કુલ રૂ. 14,690 કરોડ જમા કરાવ્યા હતા. 

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટેલિકોમ વિભાગના નિર્દેશોના પગલે ભારતી એરટેલે અગાઉ કહ્યા મુજબ સોમવારે ૂરૂ. 10,000 કરોડ જ્યારે વોડાફોને રૂ. 2,500 કરોડ અને ટાટા જૂથને રૂ. 2,190 કરોડ જમા કરાવ્યા હતા. જોકે, એજીઆરનીચૂકવણીના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે વોડાફોનના સોમવારે સાંજ સુધીમાં રૂ. 2500 કરોડ અને શુક્રવાર સુધીમાં રૂ. 1000 કરોડ જમા કરાવવા તથા તેની વિરૂદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી ન કરવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટની ઝાટકણી અને સરકાર કડક વલણ પછી એરટેલે એજીઆરની બાકી રકમ પેટે 10,000 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતી એરટેલ, ભારતી હેક્સાકોમ અને ટેલિનોરની તરફથી કુલ 10,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીર અને ન્યાયમૂર્તિ એમ આર શાહની ખંડપીઠે વોડાફોન તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 

રોહતગીએ ખંડપીઠને જણાવ્યું હતું કે કંપનીએ એજીઆરની બાકી રકમમાંથી આજે 2500 કરોડ અને શુક્રવારે 1000 કરોડ રૂપિયાની ચુકવણી કરવા તૈયાર છે પણ તેની વિરૂદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી ન થવી જોઇએ. તેમણે ખંડપીઠને અપીલ કરી હતી કે સરકાર પાસે જમા વોડાફોનની ડિપોઝીટ પણ જપ્ત કરવામાં ન આવે. વોડાફોન-આઇડિયાને એજીઆર પેટે ટેલિકોમ વિભાગને કુલ 53000 કરોડ રૂપિયા ચૂકવવાના છે. 

જો કે સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવ ફગાવ્યો હોવા છતં વોડાફોન-આઇડિયા દ્વારા આજે 2500 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં. ટાટા ગુ્રપ દ્વારા પણ 2190 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગને બાકી રકમની ચુકવણી કરવામાં થયેલા વિલંબ બદલ ટેલિકોમ કંપનીઓની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ટેલિકોમ વિભાગે રાતે બાર વાગ્યા સુધીમાં બાકી 1.47 લાખ કરોડ રૂપિયાની રકમ જમા કરાવી દેવાનો આદેશ આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SVkb3t
via Latest Gujarati News

Post a Comment

0 Comments