મોદી સરકાર દિલ્હીમાં 'સાચા મુઘલ' દારા શિકોહની કબર શોધી રહી છે


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

મોદી સરકાર હાલ મુઘલ કાળના એક મુસ્લિમ શખ્સની કબર શોધી રહી છે, આ મુસ્લિમ શખ્સનું નામ દારા શિકોહ છે અને તેને એક બિનકટ્ટર અને એક લિબરલ મુસ્લિમ માનવામાં આવતો હતો. દારાએ હિંદુ ધાર્મિક ગ્રંથોનો અનુવાદ કર્યો હતો. જેમાં 52 ઉપનિષદો અને ગીતાનો પણ સમાવેશ થાય છે.

આ ધાર્મિક ગ્રંથોને તેની મુળ ભાષામાંથી ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો જેથી વધુ લોકો સુધી તે પહોંચી શકે. હાલ દારાની કબર ક્યાં આવેલી છે તે કોઇને ખ્યાલ નથી તેથી સરકાર તેને શોધી રહી છે અને એક સાચા મુસ્લિમનો ખિતાબ આપવા માગે છે. 

કેન્દ્ર સરકારા દારાની કબર શોધવા માટે એક સાત સભ્યોની કમીટીની પણ રચના કરી છે. કમીટીએ ત્રણ મહિનામાં શિકોહની કબર શોધવાની રહેશે. જોકે આ કામ સહેલુ નથી કેમ કે મુઘલ કાળમાં જે પણ માર્યા ગયા તેની અનેક કબરો દેશમાં જુદા જુદા સૃથળે આવેલી છે.

હાલ હુમાયુંના મકબરા પાસે સૌથી વધુ કબરો છે. અહીં આશરે 140 કબરો છે જેમાં કેટલાક પર કોઇ જ નામ કે લખાણ નથી તેથી હવે આ કબરોમાં દારા શિકોહની કબર કઇ છે તે શોધવું અતી મુશ્કેલી ભર્યું માનવામાં આવે છે. 

રાજસૃથાનના અજમેરમાં દારા શિકોહ 11મી માર્ચ, 1615માં થયો હોવાનું મનાઇ રહ્યું છે. તેના પિતાનું નામ મોહમ્મદ ખુર્રમ હતું અને માતાનું નામ મુમતાજ મહલ. દારાએ કુરાન, ઇતિહાસ, પર્સિયન કવીતાઓ વગેેરેનો સારો એવો અભ્યાસ કર્યો હતો.

તે એક સારો અનુવાદક પણ હતો, જોકે તેના પિતા અને ભાઇ ઓરંગજેબ બન્ને એક ક્રૂર શાસક હતા. 1627માં દારાના દાદા જહંગીરનું મોત નિપજ્યું હતું, તેના પિતાએ બાદમાં ગાદી સંભાળી જેને બાદમાં શાહ જહાન તરીકે ઓળખવામાં આવ્યા. તેણે મુઘલ સેનામા કામ કર્યું હતું, તેને અલ્લાહાબાદના સુબેદાર કે ગવર્નર બનાવાયા હતા. 

બાદમાં મુલતાન, કાબુલની કમાન સંભાળી, જોકે બાદમાં પોતાની સત્તા બચાવવા માટે તેના ભાઇ ઓરંગજેબે જ દારાની હત્યા કરાવી હતી.  આ પહેલા દારાએ શીખોના ધર્મગુરૂ ગુરૂ હર રાઇ સાથે મિત્રતા કેળવી હતી, સાથે જ તેણે અનેક હિંદુ ધર્મગુરૂઓની સાથે પણ મિત્રતા બાંધી હતી.

આ દરમિયાન તેઓ ભારતીય ધર્મ ગ્રંથોના સંપર્કમાં આવ્યા હતા અને સંસ્કૃતમાં રહેલા આ ધર્મગ્રંથોનું પર્સિયન ભાષામાં અનુવાદ કર્યું હતું. તે મ્યૂઝિક, ડાન્સ વગેરેના પણ દિવાના હતા. અને પોતાના શાસન દરમિયાન તેમણેઆધુનિક અને લિબરલ  સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UXLDQO
via Latest Gujarati News

Post a Comment

0 Comments