શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા સુપ્રીમે સમિતિ બનાવી, વધુ સુનાવણી 24મીએ


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર

શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે સંવાદ સાધવા માટે  સુપ્રીમ કોર્ટે મધ્યસૃથ સમિતિ બનાવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પ્રદર્શન કરવાનો હક બધા લોકોને છે, પરંતુ એનાથી અન્ય બાબતો પ્રભાવી ન બને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. બીજી તરફ સરકારે પણ વાતચીત કરવાની તૈયારી બતાવી છે.

સુપ્રીમ કોર્ટે શાહીન બાગના પ્રદર્શનકારીઓ મુદ્દે મહત્વનું પગલું ભર્યું છે. સર્વોચ્ચ અદાલતે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે મધ્યસૃથ સમિતિનું ગઠન કર્યું છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવાનું કામ સોંપ્યું છે.

પ્રદર્શન બાબતે સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ રજૂ કર્યું હતું કે બધા લોકોને પ્રદર્શન કરવાનો હક છે, પરંતુ બીજી બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જો પ્રદર્શનના નામે રોડ બ્લોક થવા લાગે તો શું થાય? અરાજકતા ફેલાય અને કોર્ટની ચિંતા એ બાબતે છે. કોર્ટે કહ્યું કે આ કે આવા કોઈ પણ કેસમાં રસ્તા બ્લોક થાય તે બિલકુલ યોગ્ય નથી.

જોકે, કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે પ્રદર્શનનો તમામનો અિધકાર છે અને બીજો પક્ષ સાંભળવો જોઈએ. એટલે પ્રદર્શનકારીઓને હટાવવા તુરંત મુદ્દે કોઈ જ આદેશ આપી શકાશે નહીં. કોર્ટે દિલ્હીના પોલીસ કમિશનરને સોગંધનામુ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો હતો. આ મુદ્દે આગામી સુનાવણી 24મી ફેબુ્રઆરીએ થશે. 

ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારીઓના કારણે દિલ્હીમાં ટ્રાફિકની વકરેલી સમસ્યા બાબતે વકીલ અમિત સહાની અને ભાજપના નેતા નંદકિશોર ગર્ગે સુપ્રીમમાં અરજી કરી હતી. એ પછી કોર્ટે મધ્યસૃથીથી રસ્તો કાઢવાનો આદેશ કર્યો હતો. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે મીડિયા મુલાકાતમાં જણાવ્યું હતું કે સરકાર નાગરિકતા કાયદા અંગે પ્રદર્શનકારીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નાગરિકતા કાયદા બાબતે પ્રદર્શનકારીઓમાં જે દહેશત ફેલાયેલી છે તેની શંકાનું સમાધાન કરવા સરકાર વાતચીત કરશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે અગાઉ પણ સંવાદ માટે તૈયારી બતાવી હતી. સરકાર શાહીન બાગના ડ્રામાનો હિસ્સો બનવા નથી ઈચ્છતી, વાતચીતથી માર્ગ કાઢવા ઈચ્છે છે.

સમિતિમાં સંજય હેગડે, સાધના રામચંદ્રન અને  હબીબુલ્લાની પસંદગી

નવી દિલ્હી, તા. 17

શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલાં આંદોલનકારીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે સિનિયર વકીલ સંજય હેગડે, સાધના રામચંદ્રન ઉપરાંત લઘુમતી કમિશનના પૂર્વ પ્રમુખ વજાહત હબીબુલ્લા તેમ જ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ પણ મદદ કરશે. શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે સુપ્રીમે મધ્યસૃથી પેનલ રચી છે.

એમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને સિનિયર એડવોકેટ સાધના રામચંદ્રનનો સમાવેશ કર્યો છે. સંજય હેગડેએ 1969માં બોમ્બે યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું હતું. તે  પછી તેમણે એ જ યુનિવર્સિટીમાં 1991માં એલએલએમનો અભ્યાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ સાધના રામચંદ્રન દિલ્હી હાઈકોર્ટના સમાધાન મધ્યસૃથી વિભાગમાં સચિવ રહી ચૂક્યા છે.

વજાહત હબીબુલ્લા ભારતના પ્રથમ મુખ્ય માહિતી નિયામક રહી ચૂક્યા છે. તે સિવાય તેમણે લઘુમતી કમિશનના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. 1968થી 2005 દરમિયાન તેમણે સરકારના વિવિધ વિભાગોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સિવાય ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પણ મદદ કરશે.

સિનિયર વકીલ સંજય હેગડેએ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ કે. જોસેફને પણ મધ્યસૃથીમાં સાથ આપવાની અપીલ કરી હતી. આ સમિતિ 24મી ફેબુ્રઆરી સુધીમાં તેમનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કરશે.

એ દરમિયાન વિવિધ મુદ્દા ઉપર આ પેનલ ચર્ચા કરશે અને પ્રદર્શનકારીઓ સાથે સમાધાનકારી વલણ અપનાવવા સરકાર સાથે પણ ચર્ચા કરશે એવું સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39IXSF0
via Latest Gujarati News

Post a Comment

0 Comments