
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર
જામિયા યુનિવર્સિટીની લાઇબ્રેરીના જારી થયેલા કેટલાક વીડિયોને કારણે ફરી વિવાદ સર્જાયો છે. આ વીડિયો અંગે ભાજપ અમે કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ શરૂ થઇ ગયો છે. ભાજપે કોંગ્રેસ પર આ ઘટનાને રાજકીય રંગ આપવાનો આરોપ મૂક્યો છે. જ્યારે કોંગ્રેસે ભાજપ પર પોલીસનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
જામિયા મિલિયા ઇસ્લામિયામાં 15 ડિસેમ્બરે થયેલી પોલીસ કાર્યવાહી અંગેના બે વીડિયો સામે આવ્યા છે. એક વીડિયો જામિયા કોઓર્ડિનેશન કમિટી(જેસીસી) દ્વારા જ્યારે બીજો વીડિયો દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
જેસીસી દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પોલીસ લાઇબ્રેરીમાં વાંચી રહેલા વિદ્યાર્થીઓન લાઠીઓથી મારતી દેખાઇ રહી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલા બીજા વીડિયોમાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં પ્રવેશતા દેખાઇ રહ્યાં છે. જેમાંથી એક વિદ્યાર્થીના હાથમાંઇંટ છે જ્યારે બે વિદ્યાર્થીઓના મોં પર રૂમાલ બાંધેલો દેખાય છે. પોલીસે આ બંને વીડિયોને પોતાની તપાસમાં સામેલ કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે જે પ્રથમ વીડિયો સામે આવ્યો છે તેમાં દિલ્હી પોલીસના જવાનો લાઇબ્રેરીમાં ઘુસીને વાંચી રહેલા વિદ્યાર્થીઓને મારતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયોને કાણે દિલ્હી પોલીસની ભારે ટીકા થઇ હતી. પોલીસે એક નવો વીડિયો જારી કર્યો છે. આ વીડિયો લાઠીચાર્જના થોડાક સમય પહેલાનો છે. પોલીસના આગમન પછી કેટલાક વિદ્યાર્થીઓ ભાગીને લાઇબ્રેરીમાં ઘુસતા જોવા મળે છે જે પૈકી કેટલાકના હાથમાં પથૃથરો પણ છે.
ભાજપે અગાઉ પણ મોં પર રૂમાલ બાંધેલા વિદ્યાર્થીઓ સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. જો કે તેના જવાબમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાથી તેમણે મોં પર રૂમાલ બાંધ્યા હતાં.
આ બંને સીસીટીવી ફુટેજ 15 ડિસેમ્બરના છે. તે દિવસે સીએએ વિરોધી દેખાવો દરમિયાન પોલીસ સાથે આૃથડામણ થઇ હતી. ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે જણાવ્યું છે કે કોંગ્રેસ સતત અસામાજિક તત્ત્વોનું સમર્થન કરી રહી છે અને સુરક્ષા દળો તથા પોલીસ વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહી છે.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા જયવિર શેરગીલે જણાવ્યું છે કે ભાજપ પોલીસ દળોનો દુરૂપયોગ કરી રહ્યો છે. નિર્દોષ વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના કેસમાં ભાજપ સરકાર આરોપી અને ગુનેગાર છે. જામીયા હિંસાની તપાસ કોર્ટની નજર હેઠળ થવી જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vG8Xbq
via Latest Gujarati News
0 Comments