26 નવે.ના હુમલાને 'હિન્દુ આતંકવાદ'માં ખપાવવાનું કાવતરૂં હતું : રાકેશ મારિયા


મુંબઈ, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાની આત્મકથા 'લેટ મી સે ઈટ નાઉ'માં ઘણા રહસ્યસ્ફોટ કર્યા છે જેમાં તેેમણે દાવો કર્યો છે કે લશ્કર-એ-તોઈબાએ 26 નવેમ્બરના આતંકવાદી હુમલાના પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ કસાબને 'હિન્દુ આતંકવાદી' ગણાવવાનું કાવતરૂં ઘડીકાઢ્યું હતું. તને બેંગ્લુરૂના સમીર ચૌધરી તરીકે ઓળખ આપવાનો લશ્કર-એ-તોઈબાનો ઈરાદો હતો.

મારિયાએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે બધું યોજના મુજબ પાર પડયું હોત તો કસાબ ચૌધરી તરીકે મૃત્યુ પામ્યો હોત અને મીડિયાએ આ હુમલાને 'હિન્દુ આતંકવાદ' ગણાવ્યો હતો. આતંકવાદી સંગઠનેે કસાબને ભારતીય સરનામા સાથેના બનાવટી આઈ કાર્ડ આપ્યા હતા. આતંકવાદી હુમલા બાદ કસાબની તસવીર જાહેર કરવામાં આવી એ નિર્ણય સેન્ટ્રલ એજન્સીનો હતો. મુંબઈ પોલીસ તેની ઓળખ જાહેર કરવા માગતી નહોતી. તસવીરમા ંકસાબના જમણા હાથમાં લાલ દોરો હતો, જે હિન્દુઓ માટે પવિત્ર ગણવામાં આવે છેે. 

શહીદ મુંબઈ કોન્સ્ટેબલ તુકારામ ઓમ્બળેના સાહસિક કાર્યને લીધે કસાબને જીવતો પકડી શકાયો અને આખી યોજના ઉંધી વળી ગઈ.  કસાબ લશ્કર-એ-તોયબામાં લૂંટફાટ કરવા જોડાયો હતો અને જીહાદ સાથે તેને લેેવાદેવા નહોતું, પણ તેના મનમાં ઠેસાવાયું હતું કે ભારતમાં મુસ્લિમોને નમાઝ પઢવા દેવાતી નથી. પરંતુ મેટ્રો પાસેની મસ્જિદ જોયા બાદ તેને આઘાત લાગ્યો હતો.  તેને મુંબઈના મિશન માટે મોકલાવ્યો એના પહેલાં એક સપ્તાહની રજા અપાઈ  હતી અને રૂ. 1.25 લાખ અપાયા હતા. આ રકમ તેેણે બહેનના લગ્નના ખર્ચા માટે ઘરે મોકલાવી હતી.

ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાની આત્મકથામાં 26 નવેમ્બરના આતંકવાદી હુમલાના આતંકવાદી અજમલ કસાબને લઈને પણ મોટો દાવો કર્યો છે. તેેમણે લખ્યું છે કેે મુંબઈ  પોલીસ કસાબની તસવીર જાહેેર કરવા માગતી નહોતી. તેની વિગત મીડિયામાં જાહેર થાય નહીં એનો પૂરો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં મારિયાએ એવો પણ દાવો કર્યો હતો કેે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ટોળકી દ્વારા કસાબને જેલમાં મારી નાંખવા માટે સુપારી અપાઈ હતી. 

મારિયાએ લખ્યું હતું કે કસાબને જીવતો રાખવો એ તેમની પ્રાથમિકતા હતી. કસાબ વિરદ્ધ લોકોનો આક્રોશ અને ગુસ્સો ચરમ સીમા પર હતાા. એટલું જ નહીં પોલીસ અિધકારીઓમાં પણ આક્રોશ હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબા કસાબને કોઈ પણ હાલમાં મારી નાખવા માગતા હતા કેમ કેે કસાબ આ આતંકી હુમલાનો તે એક માત્ર એવો પુરાવો હતો, જે હુમલાને તેમની સાથે સાંકળતો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SZAQDh
via Latest Gujarati News

Post a Comment

0 Comments