મોદી સરકાર માટે ખુશ ખબર: બ્રિટન ફ્રાન્સને પાછળ છોડી દુનિયાની 5મી મોટી ઈકોનૉમી બન્યુ ભારત

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2020 મંગળવાર

ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. 2.94 ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી સાથે ભારત વર્ષ 2019માં બ્રિટન અને ફ્રાન્સ કરતા આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવનાર પાંચ વર્ષની અંદર ભારતે 5 ટ્રિલિયન ડૉલરની ઈકોનૉમી બનાવવાનું લક્ષ્ય રાખ્યુ છે. 

અમેરિકાની શોધ સંસ્થાન વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે આત્મનિર્ભર બનવાની પૂર્વની નીતિથી ભારત હવે આગળ વધતા એક ખુલ્લી બજારવાળી અર્થવ્યવસ્થાના રૂપમાં વિકસિત થઈ રહ્યુ છે. 

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જીડીપીના મામલે ભારત 2.94 લાખ કરોડ ડૉલરની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળુ દેશ બની ગયુ છે. આ મામલે તેમને 2019માં બ્રિટન તથા ફ્રાન્સને પાછળ છોડી દીધુ. 

બ્રિટનની અર્થવ્યવસ્થા 2.83 ટ્રિલિયન ડૉલર છે જ્યારે ફ્રાન્સનું 2.7 ટ્રિલિયન ડૉલર છે. પીપીપીના આધારે ભારતનું જીડીપી 10.51 ટ્રિલિયન ડૉલર છે અને આ જાપાન તથા જર્મનીથી આગળ છે.

જોકે, ભારતમાં વધારે આબાદીના કારણે પ્રતિ વ્યક્તિ જીડીપી અનુસાર 2170 ડૉલર છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ જીડીપી 62.794 ડૉલર છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ કે ભારતની રિયલ જીડીપી વૃદ્ધિ સતત ત્રીજી માસિકમાં કમજોર રહી શકે છે અને 5 ટકાની આસપાસ રહી શકે છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37AmI8E
via Latest Gujarati News

Post a Comment

0 Comments