મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2020

અક્ષય કુમારની પાછલી ફિલ્મો 'કેસરી, મિશન મંગલ, હાઉસફુલ ૪ અને ગુડ ન્યુઝ' રૂપેરી પડદે સફળ રહી છે. હવે તે રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે. આ ઉપરાંત તે 'લક્ષ્મી બોમ્બ અને પૃથ્વીરાજ'માં પણ કામ કરી રહ્યો છે. હવે તે એક બાયોપિકમાં કામ કરે તેવી શક્યતા છે. જોકે અન્ય એક સૂત્રના અનુસાર આ ફિલ્મ માટે અજય દેવગણનું પણ નામ બોલાઈ રહ્યું છે. પરંતુ અજય પાસે તારીખોની સમસ્યા હોવાથી ફિલ્મ સર્જકે અક્ષય કુમારનો સંપર્ક કર્યો છે. 

અક્ષય કુમારને એન્ટી ટેરરિસ્ટ ફ્રેન્ટના ચેરમને એમએસ બિટ્ટાની બાયોપિકની ઓફર કરવામાં આવી છે. અભિનેતાને ફિલ્મની  સ્ક્રિપ્ટ પસંદ પડી છે. કહેવાય છે કે,રૂપેરી પડદે બિટ્ટાના ૩૦ વરસની  કારકિર્દીની પ્રેરણાદાયક સફર દાખવવામાં આવશે. જેમણે ઘણા બોમ્બ ધડાકાઓનો સામનો કર્યો છે.  

સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિંદરજીત સિંહ બિટ્ટાના જીવન પર આધારિત હશે. પંજાબ સરકારમાં મંત્રી અને ઇન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા એમએસ બિટ્ટા પર સાલ ૧૯૯૨ અને ૧૯૯૩માં  તેમના પર બે વખત જીવલેણ હુમલા થયા હતા, પરંતુ તેઓ બચી ગયા હતા. આ પછી તેમણે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટનું ગઠમ કર્યું જેના દ્વારા તે આતંકવાદીઓથી પીડીત પરિવારોની મદદ કરે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39HWNgT
via Latest Gujarati News