'મિ. ઇન્ડિયા ટુ' બનાવવાની વાતને નિર્માતાએ સમર્થન આપ્યું


મુંબઇ,તા.18 ફેબ્રુઆરી 2020 મંગળવાર

અનિલ કપૂર, શ્રીદેવી અને અમરીશ પુરીની સફળ ફિલ્મ 'મિ. ઇન્ડિયા પરથી મિ.ઇન્ડિયા ટુ' બની રહી હોવાની ચર્ચા હતી. જોકે હવે ઝી સ્ટુડિયોએ આ ફિલ્મ અટકળનેે સમર્થન આપ્યું છે. તેણે પ્રેસ રિલિઝ બહાર પાડીને આ ફિલ્મની ઘોષણા કરી છે.

ઝી સ્ટુડિયોએ મિ. ઇન્ડિયા ટુના દિગ્દર્શન માટે અલી અબ્બાસ ઝફરને સાઇન કર્યો છે. આ ફિલ્મને પહેલી ફિલ્મ કરતા વધુ બહેતરીન બનાવાવના તમામ પ્રયાસ નિર્માતા કરવાનો છે. 

'' આ એક બહુ મોટી જવાબદારી છે. વરસો પહેલા જે ફિલ્મના પાત્રોને અને ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. અમે હાલ મિ. ઇન્ડિયા ટુની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છીએ. સ્ક્રિપ્ટ પુરી થતા જ કલાકારોની પસંદગી કરવામાં આવશે. આ ફિલ્મ માટે પ્રી પ્રોડકશન ઘણી તૈયારી કરવી પડશે. આ ફિલ્મ આવતા વરસે ફ્લોર પર જશે, તેમ અલી અબ્બાસ ઝફરે જણાવ્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SDVfP9
via Latest Gujarati News

Post a Comment

0 Comments