
સરકાર દ્વારા ૫ય્ સ્પેક્ટ્રમની હરાજી કરવા માટે તૈયારીઓ હાથ ધરાઈ છે. તે ટાણે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ ઉદ્ભવ્યો છે. તાજેતરમાં જ સરકારી સૂત્રો દ્વારા આગામી સમયમાં 5G ની હરાજી માટે એજન્સીઓની નિયુક્તિ કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. હાલ દેશની ચાર કંપનીઓએ આ હરાજીમાં રસ દાખવ્યો છે. એક અંદાજ મુજબ ફેબુ્રઆરી અંત સુધીમાં કંપનીઓની પસંદગી થઈ શકે છે અને ત્યારબાદ મે માસમાં 5G સ્પેક્ટ્રમની હરાજી હાથ ધરાશે. આ કામગીરી માટે માર્ચ માસમાં કેબિનેટની મંજૂરી મળે તેવી સંભાવના છે.
સરકારની આ કવાયતની બીજી તરફ કોરોનાના કારણે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં વિલંબ થવાની શક્યતા છે તેમ જાણકારોનું માનવું છે. ચીનમાં કોરોના વાઇરસ ફાટી નીકળ્યા બાદ તે ઝડપથી અંકુશમાં આવે તેમ લાગતું નથી તેના કારણે સરકારને 5G સ્પેક્ટ્રમની હરાજીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
ચીનમાં રોગચાળો અંકુશમાં નહીં આવે ત્યાં સુધી 5G રોલઆઉટમાં વિલંબ થશે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ડિવાઇસ ઇકોસિસ્ટમ વિકસાવવામાં વિલંબની ધારણા છે કારણ કે ૫ય્ ને આગળ વધારવામાં હુઆવી જેવી ચાઇનીઝ વેન્ડર અગ્રેસર છે. આવી પરિસ્થિતિમાં બિઝનેસને અસર થઈ શકે છે અને ભારતીય ટેલિકોમ કંપનીઓ માટે વળતરને પણ ફટકો પડી શકે છે. આમ પણ ભારતીય ટેલિકોમ કંપનીઓ નાણાંકીય સંકટમાં છે ત્યારે 5G એરવેવ્ઝનું આક્રમક બિડિંગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આ વાઇરસનો આતંક થોડા વધુ દિવસો ચાલશે તો સરકાર માટે આ મોંઘા સ્પેક્ટ્રમની હરાજી પડકારજનક હશે. રોગચાળો લાંબો ચાલશે તો 5G નેટવર્ક ચાલુ કરવામાં અને તેના ડિવાઇસ ઉપલબ્ધ કરાવવામાં પણ ફટકો પડશે. ચીનમાં કોરોના વાઇરસ હજુ નિયંત્રણમાં આવ્યો ન હોવાથી હુઆવી ખાતે 5G નેટવર્ક ઇક્વિપમેન્ટના ઉત્પાદનને અસર થવાની શક્યતા છે અને ભારતમાં 5G સર્વિસ વિલંબમાં પણ મુકાઈ શકે છે.
જાણકારોના મત મુજબ આગામી હરાજી મોકૂફ રહેવાની સંભાવના છે. કારણ કે ૫ય્ સ્પેક્ટ્રમ ઘણું મોંઘું છે. અને ભારતમાં ૫ ય્ (ટેક્નોલોજી) માટે મર્યાદિત બિઝનેસ ઉપલબ્ધ છે. સરકાર 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 Mhz, 2300 MHz અને 2500 MHz ની બેન્ડમાં ફોરજી સ્પેક્ટ્રમ ઓફર કરવા માંગે છે. જ્યારે 3.3- 3.6 GHz બેન્ડમાં ફાઇવજી એરવેવ્ઝ ઓફર કરાશે. આ વેચાણ નાણાંકીય વર્ષ ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં થવાની શક્યતા છે. જેમાં ૮૨૯૩.૯૫ યુનિટ એરવેવ્ઝનું વેચાણ કરવા માટે રૂા. ૫.૮૬ લાખ કરોડનો બેઝભાવ રાખવામાં આવ્યો છે.
આમ, આ સંજોગોમાં 5G સ્પેક્ટ્રમની હરાજીમાં વિલંબ થવાની સંભાવના ઉદ્ભવી છે. આમ, સરકાર દ્વારા એક તરફ આ માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે અને બીજી તરફ તેના આડે અવરોધ ઉભો થવા પામ્યો છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HsEpfE
via Latest Gujarati News
0 Comments