બર્લિન, તા. 20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
જર્મનીના હનાઉ શહેરમા બુધવારે બે અલગ અલગ જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી. જેમા 8 લોકોના મોત થયા હતા તેમજ અન્ય 5 લોકો ઘાયલ થયા હતા. જર્મન મીડિયાના જણાવ્યા અનુસાર અજ્ઞાત હુમલાખોરે શિશા બારમા ગોળીઓ ચલાવી હતી. જર્મનીના સમયાનુસાર રાતના દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જેમા એક બુકાનીધારી શખ્સે ગોળીબાર કરી 8 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
પ્રથમ 3 અને બાદમા 5 લોકોના મોત
ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસમા લાગી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંન્ને હુનલાખોર સૌપ્રથમ આ શિશા બારમા આવ્યા, અને ત્યા હાજર રહેલી ભીડ ઉપર બેફામ ગોળીબાર કર્યો. ત્યારબાદ હુમલાખોર નાસી જતા પોલીસ તેની શહેરના અન્ય વિસ્તારોમા તપાસ કરવામા લાગી છે.
આ સિવાય હનાઉની નજીક આવેલા કેસેલ્તાદના વિસ્તારમા પણ ભારે ગોળીબારીની જાણકારી મળી છે. જર્મન બ્રોડકાસ્ટ હેસેનશાઉના જણાવ્યા અનુસાર પ્રથમ વખત ગોળીબાર થયો ત્યારે 3 લોકોના મોત થયા હતા. જ્યારે બીજી વખત હુમલો થયો તેમા 5 લોકો મોતને ભેટ્યા હતા. હનાઉ ફેંકફર્ટથી લગભગ 25 કિમી દૂર આ સ્થળ આવેલુ છે. જ્યાં લગભગ એક લાખથી વધારે લોકો નિવાસ કરે છે.
તમામ લોકો એક જ પરિવારના
આ પહેલા 24 જાન્યુઆરીના રોજ જર્મનીના દક્ષિણ-પશ્ચિમ સિટીના રોટ એમસીમા પણ ભારે ગોળીબાર થયો હતો. જેમા 6 લોકો મોતને ભેટ્યા હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર એક બંદૂકધારીએ એક જ પરિવારના 6 લોકોની ગોળીઓ મારી હત્યા કરી દીધી છે. રિપોર્ટ મુજબ હુમલાખોર પરિવારને પહેલાથી જ ઓળખતો હતો.
બીજી તરફ પોલીસે પણ બંદૂકધારી અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, સિટીના રોટ એમ સીની એક બિલ્ડીંગમા ફાયરિંગ થઈ હતી. જેમા એક જ પરિવારના 6 લોકોના મોત થઈ ચૂક્યા છે. જર્મનીના સ્થાનિક અખબાર દ્રારા કહેવામા આવ્યું છે કે, આ તમામ લોકો એક જ પરિવારના હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V4xSQm
via Latest Gujarati News
0 Comments