રાંચી, તા. 20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદને લઈ મોટુ નિવેદન આપ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દમા નાઝી અને હિટલરના શબ્દની ઝલક દેખાય છે. ઝારખંડની રાજધાની રાંચીમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમા ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યુ કે, RSSનો વિસ્તાર દેશ માટે છે કારણ કે અમારૂ લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનવવાનુ છે.
રાષ્ટ્રવાદ શબ્દનો ઉપયોગ કરવાથી બચવુ
RSSના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ જેવા શબ્દ પર ભાર મુકતા કહ્યુ કે, રાષ્ટ્રવાદ જેવા શબ્દનો પ્રયોગ ન કરવો જોઈએ. કારણ કે તેનો અર્થ નાઝી અથવા તો હિટરલ સાથે સાંકળી શકાય છે. એવામા રાષ્ટ્ર અથવા તો રાષ્ટ્રીય જેવા શબ્દોને જ પ્રારંભિક રીતે ઉપયોગમા લેવા જોઈએ. તેમણે કહ્યું કે, દુનિયાની સામે અત્યારે ISIS, કટ્ટરપંથ અને જળવાયુ પરિવર્તન જેવા મોટા મુદ્દાઓ એક મોટી સમસ્યા છે.
ભારત કરી શકે છે દુનિયાનુ નેતૃત્વ
ભારતના વિશ્વગુરૂ બનવા બાબતે વાત કરતા મોહન ભાગવતે કહ્યું કે, વિકસિત દેશો શું કરે છે ? તેઓ પોતાના વેપારને દરેક દેશમા ફેલાવે છે. જેના થકી તેઓ પોતાની શરતને મનાવવા ઈચ્છે છે. દુનિયા સામે જે મોટી સમસ્યા છે તેનુ માત્ર ભારત જ નિરાકરણ લાવી શકે છે. એવામા હિન્દુસ્તાને વિશ્વનુ નેતૃત્વ કરવાનુ વિચારવુ જોઈએ. દેશની એકતા જ સાચી તાકાત છે. તેનો આધાર અલગ હોય શકે છે પણ તેનો હેતુ એક જ છે.
RSS હિન્દુત્વના એજન્ડા પર આગળ વધશે
હિન્દુત્વ વિશે મહત્વનુ નિવેદન આપતા સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આ એક એવો શબ્દ છે જે ભારત દુનિયાની સામે સાચી રીતે રજૂ કરી શકે છે. ભલે દેશમા જુદા-જુદા ધર્મ હોય, પરંતુ દરેક વ્યક્તિ એક હિન્દુ શબ્દ સાથે જ જોડાયેલો છે. આ શબ્દ દેશની સંસ્કૃતિને દુનિયાની સામે દર્શાવે છે. સંઘ દેશમા વિસ્તારની સાથે- સાથે હિન્દુત્વના એજન્ડા પર આગળ વધતો રહેશે, જે દેશને જોડવાનુ કામ કરશે.
સંઘ પ્રમુખે એ પણ ઉમેર્યું કે, આપણે સૌ લોકોએ માનવતાની સાથે જીવવાનુ શીખવુ જોઇએ. જેના માટે દેશને પ્રેમ કરવો જરૂરી છે. સંઘમાં અમે અમારા કાર્યકર્તાઓને આ અંગે જ જ્ઞાન આપીએ છીએ.
#WATCH Ranchi: RSS chief recounts his conversation with an RSS worker in UK where he said "...'nationalism' shabd ka upyog mat kijiye. Nation kahenge chalega,national kahenge chalega,nationality kahenge chalgea,nationalism mat kaho. Nationalism ka matlab hota hai Hitler,naziwaad. pic.twitter.com/qvibUE7mYt
— ANI (@ANI) February 20, 2020
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uerYRT
via Latest Gujarati News
0 Comments