
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર
રેલવે દ્વારા ગેરકાયદે સોફટવેરને દૂર કરાતા અને મિનિટોમાં ટિકિટો બ્લોક કરનાર 60 ઉપરાંત એજન્ટોની ધરપકડ કરાતા હવે રેલવેના મુસાફરોને તત્કાળમાં વધુ ટિકિટો મળી શકશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.
રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના વડા અરૂણ કુમારે કહ્યું હતું કે ગેરકાયદે કરાતી બુકીંગને દૂર કરાતા હવે કલાકો સુધી પેસેન્જરોને તત્કાળ ક્વાટામાંથી ટિકિટો મળી શકશે જે અગાઉ એકાદ મિનિટમાં જ એજન્ટો બુક કરી લેતાં હતા.
અધિકારીઓએ સ્પષ્ટા કરતાં કહ્યું હતું ક એજન્ટો ટિકિટો કાઢવા માટે ANMS, MAC jagur જેવા ગેરકાયદે સોફટવેરની ંમદદથી IRCTCના લોગઇન ને બાયપાસ કરી અને બેન્ક ઓટીપીથી બુકીંગ કરતા જ્યારે ખરા પેસેન્જરને અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું. સામાન્ય પેસેન્જરને ટિકિટ બુકીંગ માટે સામાન્ય રીતે 2.55 મિનિટ થાય છે, પરંતુ ગેરકાયદે સોફટવેરથી એજન્ટો 1.48 મિનિટમાં જ સેંકડો ટિકિટો મેળવી લેતા હતા.
રેલવે એજન્ટોને તત્કાળ ટિકિટો બુક કરવા મંજૂરી આપતું નથી અને છેલ્લા બે મહિનામાં આરપીએફ દ્વારા આવા 60 એજન્ટોની ધરપકડ કરાઇ હતી જેઓ ગેરકાયદે સોફટવેરની મદદથી ઢગલાબંધ ટિકિટો મેળવી લેતા હતા.
'આજની તારીખે હું કહી શકું છું કે ગેરકાયદે સોફટવેરની મદદથી એક પણ ટિકિટ બુક કરાતી નથી.અમે તમામ મુદ્દાઓ ઉકેલી લીધા હતા. ઉપરાંત આવા સોફટવેરનો ઉપયોગ કરનાર મોટા ભાગના એજન્ટોને પકડી લીધા હતા'એમ આરપીએફના ડીજી કુમારે કહ્યું હતું.
તેમણે દાખલો આપ્યો હતો કે મગધ એક્સપ્રેસ માટે 26 ઓકટોબર,2019ના રોજ માત્ર બે મિનિટમાં જ ટિકિટો બુક થઇ ગઇ હતી, પરંતુ ગેરકાયદે સોફટવેર દૂર કરાતા દસમી ફેબુ્રઆરી, 2020ના રોજ નવ કલાક સુધી બુકીંગ કરાયું હતું.દસમી ફેબુ્રઆરીના રોજ દસ કલાક સુધી બુકીંગ થયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ubMwuj
via Latest Gujarati News
0 Comments