
ભારત 2024માં જર્મની,2034માં જાપાનને પાછળ પાડી વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનશે : પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનો લક્ષ્યાંક 2026માં પૂરો થશે
તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર
ભારત વિશ્વનું પાંચમું સૌૈથી મોટું આૃર્થતંત્ર બની ગયું છે. તેણે 2019માં બ્રિટન અને જર્મનીને પાછળ મૂકી દીધું છે. અમેરિકા સિૃથત િથંક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ પોતાના અહેવાલમા જણાવ્યું છે કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિથી આગળ વધીને ભારત હવે એક ખુલ્લા બજારવાળા આૃર્થતંત્રના સ્વરૂપમાં વિકસિત થઇ રહ્યું છે.
આ અહેવાલ અનુસાર 2.92 ટ્રિલિયન ડોલરની સાથે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું આૃર્થતંત્ર બની ગયું છે. 2.83 ટ્રિલિયન ડોલર સાથે બ્રિટન છઠ્ઠા અને 2.71 ટ્રિલિયન ડોલરની સાથે ફ્રાન્સ સાતમાં ક્રમે છે.
આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે પરચેઝિગ પાવર પેરિટી (પીપીપી) ને આધારે ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડોલર છે. જે જાપાન અને જર્મનીથી વધારે છે.
ભારતની વધારે વસ્તીને કારણે ભારતનો વ્યકિતદીઠ જીડીપી 2170 ડોલર છે. જ્યારે અમેરિકાનો વ્યકિતદીઠ જીડીપી 62794 ડોલર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી ભારત ભારતનો જીડીપી સતત ઘટી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા ભારતનો જીડીપી 7.5 ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી પાંચ ટકા રહેવાનોે અંદાજ છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આિર્થક ઉદારીકરણની શરૂઆત 1990ના દાયકામાં થઇ હતી. 1990ના દાયકામાં ભારતમાં ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત બનાવામાં આવ્યા, વિદેશ વેપાર અને રોકાણ પર અંકુશ હળવો બનાવવામાં આવ્યો, સરકારી કંપનીઓનું ખાનગીકરણ શરૂ કરવામાં આવ્યું. આ પગલાઓને કારણે ભારતને પોતાનો આિર્થક વિકાસ વધારવામાં મદદ મળી હતી. ભારતનું સર્વિસ સેક્ટર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતું સેક્ટર છે.
ભારતીય આૃર્થતંત્રમાં તેનો 60 ટકા હિસ્સો છે. તે દેશના 28 ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે. આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય આૃર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ અને ખેતી અન્ય બે મહત્ત્વપૂર્ણ સેકટર છે. અમેરિકા સિૃથત વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ એક સ્વતંત્ર સંગઠન છે અને તે કોઇ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલુ નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/328Yi5i
via Latest Gujarati News
0 Comments