ગિલાનીનું સ્વાસ્થ્ય કથળ્યું, કાશ્મીરમાં સુરક્ષા વધારાઇ


શ્રીનગર, તા.16 ફેબ્રૂઆરી, 2020, રવિવાર

કાશ્મીરમાં યુવકોને પથ્થરબાજ બનાવવા અને આતંકવાદ તેમજ હિંસા માટે ભડકાવનારા અલતવાદી સૈયદ અલી શાહ ગીલાનીનું સ્વાસ્થ્ય કથળ્યું છે. જેને પગલે તેઓના શોખમાં તેના સમર્થકો હિંસા ના આચરે તે હેતુથી પોલીસે શ્રીનગર ને અન્ય વિસ્તારોમાં દુકાનો વગેેરે બંધ કરાવી દીધી હતી. 

સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ ફેલાવાઇ રહી છે કે ગીલાનીનું સ્વાસ્થ્ય વધુ કથળી ગયું છે અને તેઓ વધુ દિવસો જીવી શકે તેમ નથી. જોકે હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટોએ દાવો કર્યો હતો કે ગીલાનીનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે અને ચીંતા જેવુ કઇ નથી. 

બીજી તરફ પોલીસે હાલ સોશિયલ મીડિયા પર ગીલાનીના નામે લોકોને ભડકાવનારા તત્વો પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે અને આવી અફવાઓ ફેલાવનારાઓના ફેસબુક એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. એવી એપ્લિકેશનો પણ છે કે જેના દ્વારા આ અફવાઓ ફેલાવાઇ રહી છે તેને પણ બંધ કરી દેવામાં આવી છે. 

ગીલાનીના પુત્ર નઇમ ગીલાનીએ દાવો કર્યો હતો કે મારા પિતાનું સ્વાસ્થ્ય અતી નાજુક છે અને તેમની સારવાર ચાલી રહી છે. 90 વર્ષીય ગીલાની ઘણા મહિનાઓથી પોતાના જ ઘરમાં નજર કેદ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vAwx9w
via Latest Gujarati News

Post a Comment

0 Comments