
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
અક્ષય કુમાર એક પછી ેક ફિલ્મો સાઇન કરી રહ્યો છે. હાલ તેની પાસે 'સૂર્યવંશી, લક્ષ્મી બોમ્બ, પૃથ્વી રાજ, બચ્ચન પાંડે, અતરંગી રે, ધૂમ ૪ અને બેલ બોટમ જેવી ફિલ્મો છે. હવે વધુ એક ફિલ્મ તેને મળી છે. જેની ઘોષણા ખુદ અક્ષયે જ કરી છે. અક્ષય કુમારે પોતાના ટિવ્ટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મનું ફર્સટ લુક પણ મુક્યુ છે. આ ફિલ્મનુ નામ 'બાપ રે બાપ' છે જેમાં તે ટ્રિપલ રોલ કરી રહ્યો છે. જોકે તેણ ેઆ ફિલ્મ વિશે કાંઇ જણાવ્યું નથી. તેણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, 'એક સે ભલે દો, દો સે ભલે તીન...બાપ રે બાપ. તેથી લોકો એવું માની રહ્યા છે કે, તેની આ ફિલ્મનું નામ 'બાપ રે બાપ છે. અક્ષય હાલ બોલીવૂડનો સફળ અભિનેતા ગણાય છે. બોક્સ ઓફિસ પર તેની ફિલ્મો ટંકશાળ પાડી રહી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38mkwCW
via Latest Gujarati News
0 Comments