શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ ફરી ફિલ્મમાં સાથે દેખાશે


(પ્રતિનિધિ દ્વારા)મુંબઇ, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરુવાર

શાહિદ કપૂર અને આલિયા ભટ્ટે ફિલ્મ 'ઉડતા પંજાબ'માં સાથે કામ કર્યું હતું. હવે આ જોડી ફરી રૃપેરી પડદે સાથે દેખાય તેવી વાત છે. શાહિદની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના પ્રોડકશનહાઉસ કરશે. આ પહેલા પણ શાહિદ અને કરણે ફિલ્મ 'શાનદાર'માં સાથે કામ કર્યું હતું. મળેલા રિપોર્ટના અનુસાર શાહિદ કપૂર એક ધમાકેદાર પાત્રમાં જોવા મળવાનો છે. તે ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં  દિલધડક એકશન દ્રશ્યો કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દેશે.કહેવાય છે કે આ ફિલ્મનો દિગ્દર્શક બોલીવૂડમાં આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે. જોકે  દિગ્દર્શકનું નામ બહારપાડવામાં આવ્યું નથી. પરંતુ એક ચર્ચા થઇરહી છે કે, દર્શકોએ શાહિદનો આ અવતાર અત્યાર સુધીમાં જોયો નથી. 

આ ફિલ્મ આ વરસના મધ્યમાં ફ્લોર પર જાય તેવી શક્યતા છે. હાલ આ ફિલ્મ પ્રી પ્રોડકશનમાં છે. શાહિદે આફિલ્મમાંના તેના પાત્ર માટે થોડી તૈયારી કરવી પડશે.

શાહિદ- આલિયાની આ ફિલ્મ વિશે વધુ જાણકારી મળી નથી. હાલ બન્ને કલાકારો પોતપોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31RDwa1
via Latest Gujarati News

Post a Comment

0 Comments