
ચીનની વુહાન યુનિવર્સિટીમાં બાયોલોજિકલ રીસર્ચ લેબોરેટરી સ્થાપવા માટે ચીન વર્ષે 7,50,000 ડોલર આપતી હતી
વૉશિંગ્ટન, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર
હાર્વર્ડ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી અને કેમિકલ બાયોલોજી વિભાગના વડા ચાર્લ્સ લાઈબરની અમેરિકન તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. એ પછી કોર્ટે 10 લાખ ડોલરના બોન્ડથી તેના જામીન મંજૂર કર્યા હતા.
ચાર્લ્સ ઉપર ચીન પાસેથી સંશોધનની માહિતીના બદલામાં છેલ્લા પાંચ વર્ષથી દર મહિને 50 હજાર ડોલર એટલે કે 6 લાખ ડોલર અને વાર્ષિક દોઢ લાખ ડોલરનો પર્સનલ ખર્ચ મંજૂર કરતી હતી.
હાર્વર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાાની અને નેનો ટેકનોલોજીના પાયોનિયર ગણાતા ચાર્લ્સ લાઈબરની અમેરિકાની તપાસ એજન્સીએ ધરપકડ કરી હતી. એફબીઆઇનો આરોપ છે કે જ્યારે લાઇબર હાવર્ડ યુનિવર્સિટી સાથે કામ કરતા હતા ત્યારે જ વુહાન યુનિવર્સિટી પાસેથી આ રકમ મેળવતા હતા.
ચાર્લ્સની ધરપકડ થઈ એ વખતે તેમના બે ચીની સ્ટુડન્ટ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.આ બે ચીની વિદ્યાર્થીઓ તેમના રીસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.એ બે વિદ્યાર્થીઓમાં એક ચીની આર્મીનો જવાન હતો. બીજો ચીન જવા માટે ફ્લાઈટ પકડવાની તૈયારીમાં હતો ત્યારે પકડી લેવાયો હતો.
એફબીઆઈના દાવા પ્રમાણે આ વિદ્યાર્થી પાસે મહત્વના બાયોલોજિકલ સેમ્પલ્સ પણ હતા. ચીનના થાઉઝન્ડ ટેલેન્ટ્સ પ્લાનના ભાગરૂપે આ રકમ આવી હોવાનું પ્રોફેસર લાઇબરે કહ્યું હતું. આ પ્રોગ્રામ હેઠળ ચીન વિશ્વના વિદ્વાનોને તેમના ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો પ્રોજેક્ટ ચલાવે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38srK8t
via Latest Gujarati News
0 Comments