
બેઇજિંગ, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર
ચીનમાં કોરોના વાઇરસના કારણે ગુરૂવારે એક જ દિવસમાં સૌથી વધુ 254 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જે એક જ દિવસમાં સૌથી મોટો મૃત્યુઆંક છે જ્યારે આ રોગચાળાના કારણે અત્યાર સુધીમાં ચીનમાં કુલ 1,367 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સત્તાવાળાઓએ કોરોના વાઇરસથી સંક્રમિત થવા અંગે નવી નિદાન પદ્ધિથ અપનાવતાં મૃત્યુઆંકના આંકડામાં મોટો ઊછાળો જોવા મળ્યો છે. સત્તાવાર અંદાજોથી વિપરિત કોરોનાની કટોકટી મંદ પડવાના કોઈ સંકેતો દેખાતાં ન હોવાથી ચીનમાં ચિંતાનું પ્રમાણ વધ્યું છે.
રાષ્ટ્રીય હેલૃથ કમિશનના પ્રવક્તા મી ફેન્ગે જણાવ્યું હતું કે, કોરોનાના એપી સેન્ટર એવા હુબેઈ પ્રાંતમાં 242થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને નવા 15,000 કેસો નોંધાયા છે. હુબેઈ પ્રાંતમાં કોરોનાએ 242થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અગાઉ ક્યારેય એક જ દિવસમાં આટલા બધા મોત થયા નહોતા.
કોરોનાના કારણે આખી દુનિયામાં અત્યાર સુધીમાં 60,384 લોકો સંક્રમિત થઈ ગયા છે, તેમાંથી 59,804 સંક્રમિત લોકો ચીનમાં જ છે. આખી દુનિયામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 1,367 લોકો માર્યા ગયા છે. ચીનના હુબેઈ પ્રાંતમાં કોરોનાને અટકાવવામાં નિષ્ફળ જવા બદલ અનેક મોટા અિધકારીઓની ટ્રાન્સફર કરી દેવાઈ છે.
બીજીબાજુ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ચીનની સરકાર કોરોનાનો ભોગ બનેલા લોકોનો સાચો મૃત્યુઆંક છુપાવવા માટે મોટી સંખ્યામાં મૃતદેહોને સળગાવી રહી છે. વુહાનની કેટલીક સેટેલાઈટ તસવીરો સામે આવી છે, જેમાં શહેરની ઉપર મોટા ગોળા જેવું કશુંક જોવા મળી રહ્યુ ંછે. આ ગોળો બતાવે છે કે સલ્ફર ડાયોક્સાઈડ ગેસ વિપુલ પ્રમાણમાં નીકળી રહ્યો છે.
દુનિયાના વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આટલા વધુ પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઈડ ગેસ કોઈ મેડિકલ વેસ્ટ સળગાવાતો હોય આૃથવા લોકોના શબ સળગાવાતા હોય ત્યારે જ નીકળી શકે છે. પર્યાવરણીય નિષ્ણાતો મુજબ સલ્ફર ડાયોક્સઈડ ગેસ નીકળવાનો આૃર્થ છે અંદાજે 14 હજરા મૃતદેહો સળગાવવામાં આવ્યા હશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SqbcbG
via Latest Gujarati News
0 Comments