નારાયણમૂર્તિના જમાઇ રિશી સુનકની બ્રિટનમાં નવા નાણાપ્રધાન તરીકે નિમણૂક


(પીટીઆઇ) લંડન, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

બ્રિટિશ સરકારમાં કરાયેલા ફેરફાર પછી વડા પ્રધાન બોરિસ જોન્સને ભારતીય મૂળના રિશી સુનકને નાણા મંત્રી પદે નિમ્યા હતા. સુનક ભારતની આઇટી કંપની ઇન્ફોસીસના સહ સૃથાપક નારાયણ મૂર્તિના જમાઇ થાય છે.

તેઓ ગૃહ મંત્રી પ્રિતી પટેલની સાથે સરકારની ટોચની  એજન્સી એવા મંત્રી મંડળમાં જોડાશે.અગાઉ પાકિસ્તાની મૂળના સાજીદ જાવેદે નાણા મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી જોન્સને કરેલા મંત્રી મંડળના ફેરફારમાં આ એક મોટો ફેરબદલ હતો.

તો આ તરફ બ્રેકઝિટ પછી  બ્રિટિશ નાણામંત્રી સાજીદ જાવીદે  સરકારનો  વાર્ષિક બજેટ રજૂ કરવાના એક મહિના  પહેલાં જનાણા મંત્રી પદેથી રાજીનામું આપયું હતું.જાવીદના પ્રવકતાએ આ વાતને સમર્થન આપ્યું હતું.

જોન્સનના મંત્રી મંડળના રિશફલ પહેલા જ તેમણે રાજીમાનું આપ્યુું હતું.જાવીદના નજીકના સૂત્રને ટાંકીને એક અિધકારીએ કહ્યું હતું કે જોન્સન ઇચ્છતા હતા કે જાવીદ તેમના સલાહકારોની ટીમને છુટા કરે, પરંતુ જાવીદે ઇનકાર કર્યો હતો.

એક સૂત્રે કહ્યું હતું કે 'જાવીદે નાણા મંત્રીના હોદ્દાનો ત્યાગ કર્યો હતો'.બોરિસ જોન્સન ઇચ્છતા હતા કે જાવીદ તેમના તમામ ખાસ સલાહકારોને છુટા કરે અને ખાસ ટીમ બનાવવા દસ નંબરના ખાસ સલાહકારોને પોતાની ટીમમાં રાખે.

જાવીદે કહ્યું હતું કે કોઇ પણ સ્વમાની  મંત્રી આવી વાતને સ્વીકારશે નહીં.બેલફાસ્ટમાં સત્તાની વહેંચણીને ફરીથી શરૂ કરવામાં મધ્યસૃથી બનેલા  ઉત્તરીય આયરલેન્ડના જુલિયન સ્મીથને વડા પ્રધાન જોન્સને આશ્ચર્યજનક રીતે નિમી દેતા જાવીદે રાજીનામું આપ્યું હતું.

નાણા મંત્રાલય અને વડા પ્રધાનના નજીકના સલાહકાર ડોમિનિક ક્યુનિંગ્સ વચ્ચે વિવાદ ઊભો થયાની અફવાના પગલે જાવીદે રાજીનામું આપ્યું હતું.ડોમિનિકે પ્રધાન મંડળમાં ફેરફારનું વચન આપ્યું હતું. 50 વર્ષના જાવીદ એક ઉચ્ચ કક્ષાના બેન્કર છે જેઓ રાજકારણમાં આવ્યા હતા અને નાણા મંત્રી ફિલીપ હેમ્ડની જગ્યાએ કેબિનેટમાં જોડાયા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SqbbEE
via Latest Gujarati News

Post a Comment

0 Comments