આમ આદમી કેજરીવાલ આજે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીના શપથ લેશે


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજે રામલીલા મેદાનમાં પદ અને ગોપનીયતાના શપથ લેશે.

ઐતિહાસિક રામલીલા મેદામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેદાનમાં અને તેની આસપાસના વિસ્તારમાં આમ આદમી પાર્ટીના વડા અને મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના ફોટા સાથે ઠેર ઠેર 'ધન્યવાદ દિલ્હી'ના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.

શપથ વિધી સમારંભમાં કેજરીવાલની સાથે તેમના મંત્રી મંડળના અન્ય આઠ મંત્રીઓ પણ શપથ લેશે. ઉપરાંત દિલ્હીના વિકાસમાં ખાસ ભૂમિકા ભજવનાર પચાસ જણા પણ કેજરીવાલની સાથે મંચ પર દેખાશે. દિલ્હીમા સતત ત્રીજી વખત સત્તા મેળવનાર 'આપ'ના તમામ કાર્યકરો ખૂબ જ ઉત્સાહી દેખાતા હતા.

પક્ષના વરિષ્ઠ નેતાઓથી લઇ સામાન્ય કાર્યકર્તાઓ સુધી હજારો લોકોને આવતી કાલનો ઇન્તેજાર હતો કે તેમના માનીતી નેતા અને ભાજપને હરાવનાર ફરી દિલ્હીના મુખ્ય મંત્રી બને. શપથ સમારંભના સૃથળે શિક્ષકો,બસના માર્શલો, સિગ્નેચર  બ્રિજના ઘડવૈયાઓ અને  આગની હોનારતમાં પોતાનો પ્રાણ ગુમાવનાર ફાયરફાઇટરના પરિવારોને પણ ખાસ આમંત્રિત કરાયા હતા.

દિલ્હીના તમામ સાંસદો, ધારાસભ્યોની સાથે સાથે વડા પ્રધાન મોદીને પણ સમારંભમાં આવવા આમંત્રણ અપાયા હતા. શપથ સમારંભની પૂર્વ સંધ્યાએ દિલ્હીના વિકાસનો રોડમેપ તૈયાર કરવા ચર્ચા કરવા પક્ષના સાથીઓ અને સંભવિત મંત્રીઓ સાથે રાત્રી ભોજન લીધું હતું.

આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સમારંભમાં એક પણ રાજ્યના મુખ્યમંત્રી કે કોઇ મોટા રાજકીય નેતાને આમંત્રણ અપાયા નથી.આ કાર્યકર્મ ખાસ દિલ્હી પુરતું  જ હશે.પક્ષના સૂત્રો અનુસાર આગામી ત્રણ મહિનામાં ક્યા ક્યા કામને પ્રાધાન્યતા આપવી તેની યાદી તૈયાર કરાઇ હતી.અગાઉની સરકારમાં રહી ચૂકેલા તમામ છ મંત્રીઓ સિવાય અન્ય કોઇ પણ નવો મંત્રી નહી હોય.

આ છ મંત્રીઓમાં મનિષ સિસોદિયા,સત્યેન્દ્ર જૈન,ગોપાલ રાય,કૈલાશ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર ગૌત્તમનો સમાવેશ થતો હતો. આવતી કાલે સવારે દસ વાગે સમારંભની શરૂઆત થશે જેમાં  વિવિધ સુરક્ષા દળોના લગભગ 3000 સુરક્ષા દળો હાજર રહેશે. ડ્રોનની પણ વ્યવસૃથા કરાઇ હતી.વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું હતું કે આ સમારંભ તમામ માટે ખુલ્લું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SvcP85
via Latest Gujarati News

Post a Comment

0 Comments