આજે રેલી કાઢી અમિત શાહને મળવા જઇશું : શાહીનબાગની મહિલાઓે


અમિત શાહ સાથે મહિલાઓની મુલાકાત હજુ નિશ્ચિત નથી : ગૃહ મંત્રાલયના અધિકારીઓએ દાવા ફગાવ્યા

નવી દિલ્હી, તા.15 ફેબ્રુઆરી, 2020, શનિવાર

દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા બે મહિનાથી મહિલાઓ સીએએ અને એનઆરસીના વિરોધમાં ધરણા પર બેઠી છે, સરકાર તરફથી કોઇ આ મહિલાઓને મળવા માટે નથી આવ્યું. આવી સિૃથતિમાં હવે મહિલાઓએ સામે ચાલીને સરકાર પાસે પોતાની વાત રજુ કરવાનું નક્કી કર્યું છે. જેને પગલે શાહીન બાગની આ પ્રદર્શનકારી મહિલાઓનું એક ડેલિગેશન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે જશે. 

આ પહેલા મહિલાઓએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે સરકારના કોઇ પણ નેતા કે પ્રતિનિિધ આૃથવા ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે તૈયાર છીએ.

હવે મહિલાઓએ હવે અમિત શાહને મળવા જવાનું નક્કી કર્યું છે. પ્રદર્શનનું આયોજન કરનારા પૈકી એક સૈયદ અહેમદ તાસીરે કહ્યું હતું કે અમે ગૃહ પ્રધાન અમિત શાહને મળવા જવા માટે તૈયાર છીએ પણ તેઓએ એ સ્પષ્ટતા કરવી જોઇએ કે અમારામાંથી કેટલા લોકોને તેઓ મળવા માગે છે. 

પ્રદર્શન કરી રહેલા પૈકી એક મહિલા મેહરૂનીસાએ કહ્યું હતું કે રવિવારે મહિલાઓ ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસ સુધી એક માર્ચ નિકાળશે જે બાદ અમિત શાહને મળવામાં આવશે. તેમને મળ્યા બાદ અમે સીએએ, એનઆરસી અને એનપીઆરને વિડ્રો કરવા માટે અપીલ કરીશું. જોકે આ મુલાકાત બાદ પણ જો સરકાર અમારી માગણીઓ નહીં સ્વીકારે તો પણ અમારૂ આ વિરોધ પ્રદર્શન શરૂ જ રહેશે.

આ પહેલા ગૃહ પ્રધાન અમિત શાહે પણ એક ન્યૂઝ ચેનલને કહ્યું હતું કે જેણે પણ મારી મુલાકાત કરવી હોય તેણે મારી ઓફિસની મુલાકાત લઇને સમય માગી લેવો, અમે તેને ત્રણ દિવસમાં જ મળવાનો સમય આપી દઇશું.  બીજી તરફ મહિલાઓ રવિવારે બપોરે બે કલાકે અમિત શાહને મળવા માટે જશે.

જોકે તેઓએ અમિત શાહે કહ્યું છે તે પ્રમાણે અપોઇન્ટમેન્ટ લીધી છે કે કેમ તેને લઇને કોઇ ચોક્કસ માહિતી પ્રદર્શનકારીઓએ જાહેર નથી કરી. જ્યારે ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમિત શાહની સાથે મુલાકાત નિશ્ચિત નથી. 

અલગ અલગ પ્રકારના અહેવાલો સામે આવ્યા હતા, અગાઉ એવા દાવા થઇ રહ્યા હતા કે અમિત શાહે શાહીન બાગની મહિલાઓને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે જેને આ મહિલાઓએ સ્વીકારી લીધુ છે અને મળવા માટે જશે. જોકે હવે ગૃહ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે આવી કોઇ જ મુલાકાત નક્કી નથી કરવામાં આવી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37sQY5d
via Latest Gujarati News

Post a Comment

0 Comments