માર્કને ફેસબૂકમાંથી કાઢી મૂકો, એ ટ્રમ્પને જિતાડશે : ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ


લંડન, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

થોડા સમય પહેલા દાવોસ ખાતે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોલતા અમેરિકી ઉદ્યોગપતિ અને દાનવીર જ્યોર સોરોસે ટ્રમ્પ-મોદી-પુતિન-ઝિનપિંગ જેવા નેતોઆને આડે હાથ લીધા હતા. હવે સોરોસે સૌથી મોટી સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગ તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) શર્લી સેન્ડબર્ગને હટાવવાની વાત કરી છે.

સોરોસે બ્રિટનના આર્થિક અખબાર ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં એક પત્ર લખીને આ વાત રજૂ કરી હતી.સોરોસે લખ્યું છે કે માર્કનું ટ્રમ્પ સાથે સેટિંગ છે. માટે ચૂંટણી વખતે ટ્રમ્પને લાભ થાય તેવી જ જાહેરખબરો ફેસબૂક પર દર્શાવાશે. 

ફેસબૂકમાં આવતી પોલિટિકલ એડવર્ટાઈઝમેન્ટનો ચૂંટણી વખતે દુરૂપયોગ થતો હોવાનું સાબિત થઈ ચૂક્યુ છે. હવે આ વર્ષે ફરી અમેરિકી પ્રમુખની ચૂંટણી આવે છે. માટે ત્યારે ફેસબૂક ટ્રમ્પનો જ સાથ આપશે એવુ સોરોસ માને છે.

સોરોસે સ્પષ્ટ કર્યું હતુ કે માર્ક અને શર્લી બન્ને ફેસબૂકના ટોપ મેનેજમેન્ટ છે. એમને હટાવી દેવાથી ફેસબૂકને નુકસાન નહીં થાય. પરંતુ તેમને હટાવી દેવાથી ફેસબૂકનો રાજકીય રીતે દુરૂપયોગ થતો અટકશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32bEMF1
via Latest Gujarati News

Post a Comment

0 Comments