
બેઇજિંગ, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર
ચીનમાં કોરોના વાઇરસના એપી સેન્ટર ગણાતા વુહાનની સૌથી મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનું જ વાઇરસને કારણે મોત નિપજ્યું છે. વુહાનમાં આવેલી વુચાંગ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી પહેલા લીયુ ઝિમિંગને કોરોના વાઇરસ ભરખી ગયો છે. આ હોસ્પિટલમાં વાઇરસની સારવાર માટે જે દર્દી દાખલ કરાયા હતા તેની અસર તેમને થઇ હતી.
બીજી તરફ ચીનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલાની સંખ્યા 1860 પર પહોંચી ગઇ છે કેમ કે વધુ 98 લોકો આ વાઇરસનો ભોગ બન્યા હતા તેઓનું મોત નિપજ્યું હતું.
માર્યા ગયેલા 98માંથી મોટા ભાગના વાઇરસના એપી સેન્ટર ગણાતા હુબેઇ પ્રાંતના જ છે. જ્યારે આ પ્રાંતમાં બીજા 1807 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ વિસ્તારમાં વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા 59989 કેસો સામે આવ્યા છે. ચીનમાં 70 હજારથી વધુ લોકોને કોરોના વાઇરસની અસર છે.
આ વાઇરસ હાલ જાપાનમાં પણ ફેલાઇ રહ્યો છે. જાપાનની વધુ એક ક્રૂઝ શીપને સ્ટોપ કરી દેવામાં આવી છે. આ શીપમાં સવાર પૈકી 88 લોકોને કોરોના વાઇરસની અસર છે. જ્યારે આ સાથે જ શીપમાં કુલ 500 લોકોને કોરોના વાઇરસની અસર જોવા મળી છે.
આ શીપમાં ભારતીયો, બ્રિટન, જાપાનના નાગરિકો સવાર છે. જ્યારે હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના નાગરિકો પણ સવાર હોવાના અહેવાલો છે જોકે આ દેશોએ પોતાના નાગરિકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે અને તેમને સલામત રીતે ત્યાંથી કાઢવામાં આવી રહ્યા છે.
જાપાનમાં સિૃથત ભારતીય એમ્બેસીએ જણાવ્યું હતું કે જાપાનની શીપમાં જે પણ ભારતીયો સવાર છે તેમની સારવાર ચાલી રહી છે અને જેમને પણ કોરોના વાઇરસની અસર હતી તેઓની સિૃથતિ હાલ સુધારા પર છે. આ શીપમાં કુલ 138 ભારતીયો છે જેમાં 132 નવા અને 6 પેસેંજર સવાર છે. આ શીપમાં કુલ 3711 લોકો સવાર છે જેમાં 500નો કોરોનાની અસર હોવાનો દાવો કરાઇ રહ્યો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37Bks0V
via Latest Gujarati News
0 Comments