માત્ર મુસ્લિમ હોવાના કારણે જ ચીને લાખો લોકોને ડીટેન્શન કેમ્પમાં ધકેલયા


બેજીંગ, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ દ્વારા મેળવવામાં આવેલા અહેવાલ અનુસાર, ચીને ઉઇઘર  પ્રાંતના લાખો મુસ્લિમોને એટલા માટે કેદ કર્યા હતા કે તેઓ ઇસ્લામના અનુયાયી છે. લગભગ 650 000 મુસ્લિમોને પકડીને જીનજીયાંગ પ્રાંતમાં કર્ફ્યુ જેવી સ્થિતીમાં કેદ કરેલા ચીનના સૌથી સન્માનનીય ઇમામ એમર અને તેમના ત્રણ પુત્રોને પણ વગર વાંકે ડિટેન્શન કેમ્પમાં ધકેલી દીધા હતા.

કોઇ પણ અપરાઘ વિના લાખો મુસ્લિમોને પકડીને કેદ કર્યા પછી દરેકના પરિવારની માહિતી પણ લેવામાં આવતી હતી.ઉઇઘર સમુદાયમાંથી મળતી માહિતીને જો કે સરકારે આઘારભૂત ગણાવી ન હતી.મોટા ભાગના અટકાયતીઓ કારાકાક્સ પ્રાંતના હતા જે જીનજીયાંગ પ્રાંતનાટાકલામાકાન રણમાં આવેલું છે.

ડેટાબેઝ પરથી જાણવા મળ્યું હતું કે માત્ર રાજકીય કારણોસર તેમને અટકાયતમાં રાખવામાં આવ્યા નહતા, બલકે તેઓ ઇસ્લામના અનુયાયી હોવાથી અને કથિત રીતે અંતિમવાદને પ્રાત્સાહન આપતા હોવાથી લાખો મુસ્લિમોને કેદ બનાવવામાં આવ્યા હતા.

ઉપરાંત નમાઝ પઢવા માટે મસ્જીદમાં જતા હોય અથવા તો ધાર્મિક શાળામાં અભ્યાસ માટે જતા હોય તેવા લોકોને પણ પ્રાંતિય સરકારે પકડીને ડિટેન્શન કેમ્પમાં ધકેલી દીધા હતા. જીંનજીયાંગમાં સંશોધન કરી રહેલા કોલોરાડો યુનિ.ના રિસર્ચર ડેરેન બાયલરે કહ્યું હતું કે ચીની સરકાર પરિવારોને છુટા પાડી રહી છે. મસ્જીદને ઇમામોને વિના વાંકે અટકાયતમાં રાખવામાં આવે છે.

જીનીજયાંગમાં મુસ્લિમોને જ પ્રતાડિત કરવામાં આવે છે? એવા એક સવાલના જવાબમાં ચીનના વિદેશ વિભાગના પ્રવકતા ગેંગ શુંઆંગે જવાબ આપ્યોો નહતો.જો કે ચીની સરકારે ભૂતકાળમાં કહ્યું હતું કે ડિટેન્શન કેમ્પ ટ્રેનિંગ સેન્ટર હોય છે જ્યાં ધર્મના આધારે કોઇની સાથે બેદભાવ રાખવામાં આવતો નથી.

ઉલ્લેખનીય છે કે ચીન જીનીજયાંગ પ્રાંત પર વર્ચસ્વ જમાવવા વર્ષો સુધી પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા નહીં મળતા ઉઇઘરો પર અત્યાચાર શરૂ કર્યાનો આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પોતાના અહેવાલમાં કહ્યું હતું. ડેટાબેઝમાં નજર કેદમાં રખાયેલા 311  લોકોની માહિતી છે જેમના સબંધીઓ કારાકાક્સમાં રહે છે.2000 લોકોની માહિતી તેમાં સંગ્રહ કરવામાં આવી હતી.

ઇમામ એમર અંગે એક પૂર્વ વિદ્યાર્થી અબ્દુલ્લાહ મુહમ્મદે કહ્યું હતું કે તેઓ ચીનના સૌથી વધુ સન્માનનીય ઇમામ છે. ત્યાર ક્યારે પણ અંતિમવાદ કે ઉશ્કેરણી કરતા ન હતા.તેઓ ભુખ્યાને જમાડતા, દર્દીઓની સારવાર કરતા અને ગરીબો માટે કોલસાની વ્યવસ્થા પણ કરતાં હતા.

તેમનો વાંક એટલો હતો કે તેમણે સામ્યવાદી વિચારસરણીનો પ્રચાર કર્યો નહતો. સામ્યવાદી નેતા અને સરકાર ઇચ્છતી હતી કે તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને પોતાના ખુત્બામાં સામ્યવાદી વિચારસરણીનો પ્રચાર કરે.1997માં તેમને ઇમામના પદેથી ચીની સરકારે દૂર કર્યા હતા.એસીં વર્ષના એમરને 2017માં પકડી લેવામાં આવ્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bT6NWC
via Latest Gujarati News

Post a Comment

0 Comments