
આતંકવાદ સામે આકરાં પગલાં લીધાના દાવાઓ વચ્ચે પાક. માત્ર ત્રણ જ શરત પૂરી કરી શક્યું
નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર
આતંકવાદના આકા પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ હાલ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું જેમાંથી તેને હાલ બહાર કાઢવામાં નથી આવ્યું, આ સિૃથતિ વચ્ચે હવે તેને બ્લેક લિસ્ટ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો છે.
એક રિપોર્ટ અનુસાર તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા અને બ્લેક લિસ્ટથી બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા જોકે તેમાંથી કઇ જ કામ નથી આવ્યું.
સાથે એવા પણ અહેવાલો છે કે જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ નહીં કરવામાં આવે તો પણ તેને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવશે. એટલે કે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ વધુ છે. બુધવારે 19મી તારીખે એક બેઠક યોજાવા જઇ રહી છે જે આતંકવાદ મુદ્દે શું શું પગલા લીધા પાકિસ્તાને તેના પર કામ કરશે.
પાકિસ્તાનને એફએટીએફએ 50 સવાલો મોકલ્યા હતા, આ સવાલોમાં તેણે આતંકવાદ સામે શું કાર્યવાહી કરી તે સહિતની માહિતી માગી છે. આ સિૃથતિ વચ્ચે હવે પાકિસ્તાન જે જવાબ આપશે તેના આધારે તેને બ્લેક લિસ્ટમાં મુકવું, ગ્રે લિસ્ટમાંથી હટાવવું વગેરે નિર્ણયો લેવામાં આવશે.
આ પહેલા એફએટીએફએ પાકિસ્તાનને 19 પોઇન્ટ આપ્યા હતા. અગાઉ પાકિસ્તાન માત્ર ત્રણ જ શરતોને પુરી કરી શક્યું હતું. હાફિઝ સઇદને હાલ 11 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ મસૂદ અઝહરને પણ પાક. સૈન્યએ ગાયબ કરી દીધો છે. તેથી એવા અહેવાલો છે કે પાકિસ્તાન પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી કરી રહ્યું છે.
તેને ખ્યાલ છે કે જો હવે આતંકવાદ સામે આકરા પગલા ન લેવામાં આવ્યા તો આગામી દિવસોમાં એફએટીએફની બ્લેક લિસ્ટનો સામનો કરવો પડી શકે છે અને જો આમ થયું તો પાકિસ્તાન હાલ જે આિર્થક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે તેની મુશ્કેલીઓ હજુ પણ વધશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SH09uR
via Latest Gujarati News
0 Comments