આજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક, નિર્માણનો સમય નક્કી કરાશે


અયોધ્યા, તા. 18 ફેબ્રુઆરી, 2020, મંગળવાર

રામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની રચના કરી લીધી છે, આ ટ્રસ્ટની પહેલી બેઠક 19મીએ મળવા જઇ રહી છે. આ સિૃથતિ વચ્ચે એવા અહેવાલો છે કે રામ મંદિર નિર્માણ ક્યારે કરવું તેની તારીખ નક્કી કરવામાં આવશે. આ બેઠક દિલ્હી સિૃથત વકીલ કે પરાસરણના નિવાસ સૃથાને યોજવામાં આવશે. દરમિયાન બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણુંક પણ કરવામાં આવી શકે છે. 

પરાસરણનું જે નિવાસ સૃથાન છે તેને હાલ ટ્રસ્ટનું સરનામુ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં પત્ર વ્યવહાર પણ કરી શકાય. પરાસરણે જ રામ મંદિર માટે સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે દલિલો કરી હતી. સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવા સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો જે તારીખ પુરી થાય તે પહેલા જ ટ્રસ્ટની રચના કરી લેવામાં આવી હતી. 

રામ મંદિર નિર્માણ માટેના આ ટ્રસ્ટને શ્રી રામજન્મભૂમી તીર્થ ક્ષેત્ર નામ આપવામાં આવ્યું છે. જે મંદિરના મેનેજમેન્ટ સહિતની જવાબદારી સંભાળશે. ટ્રસ્ટની પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે શરૂ કરવું અને  કેટલા સમયગાળામાં તેને પુરૂ કરી લેવું વગેરેની ચર્ચા કરવામાં આવશે. રામ મંદિર નિર્માણ માટે જે નાણાકીય જરૂરીયાત રહેશે તેને કેવી રીતે પુરી કરવી અને મળેલા દાનનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

રામ મંદિર જે અયોધ્યામાં નિર્માણ પામવાનું છે તે માટે હાલ ઉત્તર પ્રદેશ સરકારે બજેટમાં પણ કેટલાક નાણા ફાળવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મંગળવારે આશરે 500 કરોડ રૂપિયા અયોધ્યામાં એરપોર્ટ નિર્માણ માટે ફાળવ્યા છે. જ્યારે 200 કરોડ રૂપિયા વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની સુંદરતા વધારવા માટે ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ રામ મંદિર નિર્માણ માટેના ટ્રસ્ટની કામગીરી શરૂ થઇ ગઇ છે, બુધવારે રામ મંદિર માટે યોગ્ય તારીખ અને સમયગાળા અંગે ચર્ચા કરવામાં આવશે. 

કબર પર મંદિર ન બનાવાય  : વકીલની મંદિર ટ્રસ્ટને સલાહ 

નવી દિલ્હી, તા. 18

રામ મંદિર નિર્માણ માટેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે આસ્થિતિ વચ્ચે મુસ્લિમ પક્ષકારોના વકીલે રામ મંદિર ટ્રસ્ટને એવી સલાહ આપી છે કે તેઓએ હાલ જ્યાં બાબરી મસ્જિદ છે ત્યાં રામ મંદિર ન બનાવવું જોઇએ કેમ કે જ્યાં કબર હોય ત્યાં મંદિરનું નિર્માણ ન કરવું જોઇએ. એમ. આર. શમસાદ નામના વકીલે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટને પત્ર પણ લખ્યો હતો અને કહ્યું હતું કે કોઇ કબર પર મંદિર બનાવવું ધર્મ વિરોધી છે. જોકે હાલ જ્યાં બાબરી મસ્જિદ છે ત્યાં અગાઉ મંદિર હતું તેવા દાવા થયા છે અને તેના પુરાવા પણ મળ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HDc32q
via Latest Gujarati News

Post a Comment

0 Comments