
(પીટીઆઇ) ભોપાલ, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર
મધ્યપ્રદેશના ચાર કોંગ્રેસી નેતાઓએ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાને રાજ્યસભાની ચૂંટણી માટે મધ્યપ્રદેશમાંથી ખડા કરવા માગણી કરી છે. મધ્યપ્રદેશમાં આ એપ્રિલમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી પડશે. અત્યારે એક બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંઘ સાંસદ બન્યા છે, જ્યારે અન્ય બે બેઠકો ભાજપના કબજામાં છે.
2018માં મધ્યપ્રદેશ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ જીત્યો હોઇ આ વખતે રાજ્યસભાની ઉપરોક્ત ત્રણ બેઠકો પૈકી બે બેઠકો કોંગ્રેસના ફાળે જશે. આ ચૂંટણીના સંદર્ભમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ યાદવ, અને ત્રણ વર્તમાન રાજ્યપ્રધાનોએ પક્ષને, રાજ્યસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાડરાને ઊભા રાખવાની વિનંતી કરી છે.
પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓના ઉત્કર્ષ માટે પ્રતિબધ્ધ હતાં. પ્રિયંકા ગાંધી એમના જ નકશે કદમ પર ચાલી રહ્યા છે. જેમ ઇંદિરાજીએ કમલ નાથને મધ્યપ્રદેશનું નેતૃત્વ સોંપ્યું એમ જ આ રાજ્યની બેઠક પરથી પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં લઇ જવાનો સમય પાકી ગયો છે, એમ ત્રણ પૈકીના એક કોંગ્રેસી અગ્રણી સજ્જનસિંઘ શર્માએ કહ્યું જેને મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરૂૃણ યાદવે ટેકો આપ્યો છે. આ અગ્રણીઓએ રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ પક્ષનું સુકાન સોંપવાની માગણી પણ કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HwgjRx
via Latest Gujarati News
0 Comments