
મુંબઈ,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર
અમરાવતી જિલ્લાની મહિલા કલા અને વાણિજ્ય કૉલેજની વિદ્યાર્થિનીઓને પ્રેમલગ્ન ન કરવાની શપથ લેવડાવવામાં આવતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે આ પ્રકરણે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા ૧૨ વર્ષીય વિદ્યાર્થિનીએ સંબંધિતો પર ગુનો દાખલ કરવાની માગ કરી છે.
ઝેન સદાવર્તે એ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યના મુખ્ય સચિવ અને કેન્દ્રિય મહિલા તેમજ બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાણીને શનિવારે નિવેદન આપ્યું છે. તેણે કોલાબા પોલીસ સ્ટેશનમાં પણ કાર્યવાહી કરવા બાબતનો પત્ર આપ્યો છે. ખાસ જણાવવાનું કે ઝેન સદાવર્તે એ તાજેતરમાં એક ઈમારતમાં આગની દુર્ઘટના દરમ્યાન અનેક લોકોને જીવતાં બહાર કાઢ્યા હતાં.
આ ઘટના યુવકોને એસ્વસ્થ કરનારી અને સમાજવ્યવસ્થાનું સમતોલપણું હટી ગયાનું દર્શાવનારી ઘટના છે. આથી વિદ્યાર્થિનીઓના મૂળભૂત અધિકારો પર અતિક્રમણ થયું હોવાની વાત ઝેન એ પોતાના નિવેદન દ્વારા વ્યક્ત કરી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SA8Wi9
via Latest Gujarati News
0 Comments